ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસા મામલે દીપ સિદ્ધુની જામીન અરજી પર ગુરુવારે સુનાવણી

દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે ગુરુવારે તીસ હઝારી કોર્ટમાં સુનાવણી થશે. આ હિંસા મામલે જેલમાં બંધ દીપ સિદ્ધુની જામીન અરજી પર કોર્ટ નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે. એડિશનલ સેશન્સ જજ નીલોફર આબિદા પરવીન આ અરજી પણ સુનાવણી કરશે. કોર્ટે 12 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો.

By

Published : Apr 15, 2021, 2:56 PM IST

  • દિલ્હીમાં લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીએ થઈ હતી હિંસા
  • પોલીસે હિંસાના આરોપમાં દીપ સિદ્ધુની કરી હતી ધરપકડ
  • દિલ્હીની તીસ હઝારી કોર્ટ ગુરુવારે સંભળાવી શકે છે નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીએ થયેલી હિંસાના કેસમાં પોલીસે દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી. હવે આ કેસ મામલે ગુરુવારે દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં સુનાવણી થશે.

આ પણ વાંચોઃ26 જાન્યુઆરીના હિંસાના કેસમાં દીપ સિદ્ધુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

મીડિયા ઈન્ટરવ્યૂમાં દીપ સિદ્ધુએ ભડકાઉ નિવેદન કર્યું હતું

આ અગાઉ સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, દીપ સિદ્ધુએ મીડિયામાં જે નિવેદન આપ્યું છે તેનાથી તેનો ઉદ્દેશ સ્પષ્ટ જાણવા મળે છે. પોલીસે જણાવ્યા અનુસાર, દીપ સિદ્ધુએ કહ્યું હતું કે, 26 જાન્યુઆરી આવી રહી છે. વધુને વધુ લોકો આવો અને પોતાના ટ્રેક્ટર અહીં લાવો. અમે જ્યારે 26 નવેમ્બરે આવ્યા હતા ત્યારે બેરિકેડ તોડીને આવ્યા હતા. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, દીપ સિદ્ધુના આ ઈન્ટરવ્યૂથી તેનો ઉદ્દેશ સ્પષ્ટ થઈ ગયો હતો. એટલે દીપ સિદ્ધુને જામીન ન આપવા જોઈએ.
આ પણ વાંચોઃલાલ કિલ્લા હિંસાના વોન્ટેડ આરોપી લાખા સિધાનાના સંબંધી ગુરદીપસિંહની પૂછપરછ કરાઈ

પહેલા પણ દીપ સિદ્ધુની જામીન અરજી રદ થઈ ચૂકી છે

આપને જણાવી દઈએ કે, 26મી ફેબ્રુઆરીએ કોર્ટે દીપ સિદ્ધુની જામીન અરજી ફગાવી દીધી હતી. 23મી ફેબ્રુઆરીએ કોર્ટે દીપ સિદ્ધુને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો હતો. દીપ સિદ્ધુને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હરિયાણાના કરનાલથી 9 ફેબ્રુઆરીએ ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details