- આજે હાઇકોર્ટમાં થશે હાથરસ કેસની સુનાવણી
- પ્રથમ સુનાવણી 2 નવેમ્બરે થઈ હતી
- CBI આ કેસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે
લખનઉ: હાથરસ સામુહિક દુષ્કર્મની આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણી પર દરેકની નજર છે. કારણ કે, આજે CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.
આપને જણાવી દઈએ કે, જસ્ટિસ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ રાજન રાયની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસ પર બે વખત સુનાવણી થઈ ચુકી છે. 2 નવેમ્બરની સુનાવણી પર હાઈકોર્ટે હાથરસના ડીએમ પ્રવીણ કુમાર પર ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના 27 ઓક્ટોબરે આપેલા આદેશનું પાલન કરીને લખનઉની ડિવિઝન બેંચમાં સુનાવણી ચાલી રહી છે. જેનું સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે આજે બપોરે 3:00 વાગ્યે સુનાવણી કરવામાં આવશે.
આજે હાઇકોર્ટમાં થશે હાથરસ કેસની સુનાવણી
હાથરસ સામુહિક દુષ્કર્મની આજે લખનઉ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણી પર દરેકની નજર છે. કારણ કે, આજે CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.