ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારે જો તેમનું કામ બરાબર કર્યું હોત તો અન્ય દેશોની મદદ લેવાનો વારો ન આવ્યો હોત: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા દેશમાં વકરેલી કોરોના મહામારીની પરિસ્થિતિ અંગે કેન્દ્ર પર ફરી એકવાર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે જો સરકારે તેમનું કામ બરાબર કર્યું હોત તો વિદેશી સહાયની જરૂર ન પડી હોત.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : May 10, 2021, 3:41 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર વડે કેન્દ્ર પર સાધ્યું નિશાન

જો સરકારે વ્યવસ્થિત આયોજન કર્યું હોત તો અન્ય દેશોની મદદ ન લેવી પડત - રાહુલ ગાંધી

કયા દેશો પાસેથી કેટલી મદદ મળી તેની વિગતો જાહેર કરે સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર પર ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું. "સરકાર દ્વારા દેશમાં કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે સતત અન્ય દેશો પાસેથી મદદ મેળવવામાં આવી રહી છે. જે એક દયનીય પરિસ્થિતિ છે, જો કેન્દ્રની સરકારે પોતે જ આ અંગે ગંભીર પગલા લીધા હોત અને કામ કર્યું હોત, તો આ સમય જોવાનો વારો ન આવ્યો હોત." રાહુલે એક ટ્વીટમાં જણાવ્યું.

કોંગ્રેસ દ્વારા પીએમ મોદીને તમામ સહાયની વિગતો જાહેર કરવાની અપીલ

ગત અઠવાડિયે કોંગ્રેસ દ્વારા પીએમ મોદીને પ્રામાણિકતાપૂર્વક અન્ય દેશો તરફથી સહાયરૂપે મળેલા સાધનો અને દરેક સહાયની વિગતો જાહેર કરવા માગણી કરવામાં આવી હતી. કોરોના વાઇરસ મહામારીની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકા,રશિયા, ઈટાલી, ફ્રાંસ, સહિતના અનેક દેશોએ ભારતમાં વેક્સિન માટેના રો મટીરીયલનો જથ્થો ઉપરાંત ઓક્સિજન સિલિન્ડરો, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કોન્સંટ્રેટર વગેરેની સહાય કરી છે.

ABOUT THE AUTHOR

...view details