ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંચમહાલના અકસ્માત સર્જાયો, 3 લોકોના મોત

GUJARAT BREAKING NEWS 27 OCT 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 27 OCT 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Oct 27, 2022, 9:51 AM IST

Updated : Oct 27, 2022, 9:50 PM IST

21:48 October 27

3 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં અકસ્માત સર્જાયો હતો. મોરવાના દેલોચ ગામે તુફાન ગાડી કુવામાં ખાબકી હતી. જાનહાનિ ના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. સૂત્રો દ્વારા 3 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

21:06 October 27

મફત મુસાફરીનો લાભ ઉઠાવ્યો હતો

નવસારી :દિવાળીના તહેવારોમા લોકો સાગા સંબંધીઓને ત્યાં જતા હોય છે, ખાસ કરીને ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક એવા ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનના ઘરે અથવા બહેન ભાઈના ઘરે જતી હોય છે. આજના મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ મોંઘુ પડતું હોય છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ખાનગી બસ એજન્સીના સહયોગથી શહેરમાં શરૂ કરાયેલી સીટી બસમાં આજે તમામ બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જેની જાણ બસમાં બેઠા પછી મહિલાઓને થતા જ એમના ચહેરાઓ પર હાસ્ય રેલાઈ ઉઠ્યું હતું. બસમાં બેથેલ યુવતીઓથી લઈ વૃદ્ધાઓએ પાલિકા અને એજન્સીને થેંક્યું કહી, મફત મુસાફરીનો લાભ ઉઠાવ્યો હતો.

19:55 October 27

સમર્થકોએ કરી જિલ્લા ભાજપ પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરી

નવસારી :જલાલપોર વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. દાવેદાર દિનેશ પટેલના સમર્થકોએ તેમને સાંભળવામાં ન આવતા હોવાની રજૂઆત કરી હતી. સમર્થકોને ન સાંભળવામાં આવતા હોવાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહને કરી હતી. દાવેદાર દિનેશભાઈ પટેલના જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સમર્થકોને સેન્સ લેવા માટે આવેલા પાર્ટીના પદાધિકારીઓ પાસે ન જવા દેવામાં આવતા હોવાની રજૂઆત હતી. દિનેશભાઈ પટેલના સમર્થકોએ કરી જિલ્લા ભાજપ પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરી હતી.

19:22 October 27

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

સુરત :સોમેશ્વર ખાતે પેટ્રોલપંપને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ ભરવા આવેલા શખ્સે નોઝળથી પેટ્રોલ ઢોળ્યું હતું. પેટ્રોલ પંપ કર્મચારીઓને માર માર્યો હતો. પેટ્રોલ ભરવા આવેલ શખ્સની કર્મચારી વચ્ચે સામાન્ય બોલા ચાલ થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.

18:32 October 27

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો

ભાવનગર : આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોપાલ ઇટાલિયા ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. ધોળાના ભાજપ નેતા પેથા હુબલના દબાણના કારણે ધરપકડ કર્યા હોવાનો આક્ષેપ છે.

17:56 October 27

ટેમ્પો ટ્રાવેલ્સમાં બેઠેલા 15 મુસાફરોનો આબાદ બચાવ થયો

અંબાજી : ટેમ્પો ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચિખલા રોડ ઉપર કારમાં આગ લાગતાં ટ્રાવેલ્સ ભડકે બળી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું હતું. સુરતથી અંબાજી દર્શને આવતાં અંબાજી નજીક આગની ઘટના બની હતી. ટેમ્પો ટ્રાવેલ્સમાં બેઠેલા 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

17:04 October 27

બાળકીનો ચમત્કારિક બચાવ થયો

જામનગર : ધ્રોલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. માતાનું જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.

16:43 October 27

હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા : વાઘોડિયા તાલુકાના શ્રી પોર ટીંબી ગામે 40 વર્ષીય મહિલાને મોતને ઉતારી દેવામાં આવી છે. ગામના લોકોનો નવા વર્ષનો ઉત્સાહ શોકમાં ફેરવાઇ ગયો હતો. રોડ સાફ કરવાના ઝાડુનો દસ્તો માથાના ભાગે મારતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ વાઘોડીયા પોલીસને કરતા પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હત્યારા અનિલ રાઠોડીયા સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

15:50 October 27

1400 નાગરિકોમાં 700 મતદારો હોવા છતાં આ ગામમાં વિધાન સભાની ચૂંટણી નહીં યોજાય

ન્યુઝ ડેસ્ક : રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી આવી રહી છે. પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલુ એક એવું ગામ કે ગામમાં નહીં યોજાય વિધાન સભાની ચૂંટણી. 1400 નાગરિકોમાં 700 મતદારો હોવા છતાં આ ગામમાં વિધાન સભાની ચૂંટણી નહીં યોજાય.

14:53 October 27

આવતીકાલે ધરમપુર અને વલસાડ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

વલસાડ : 5 વિધાન સભા બેઠકો માટે આજે વલસાડ શહેર ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે દિવસ ચાલનારી આ સેન્સ પ્રક્રિયામાં 5 વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનારા ટીકીટ મેળવવા ઇચ્છતા ઉમેદવારો પોતાની પ્રોફાઈલ નિરીક્ષકો સમક્ષ રજુ કરી હતી. આજે પારડી અને કપરાડા બેઠક માટે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. આવતીકાલે ધરમપુર અને વલસાડ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

12:25 October 27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ

  • ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ
  • ભાજપ આજથી રાજ્યમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી
  • આજે ગાંધીનગરની ત્રણ વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
  • કલોલ, માણસા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામા આવી
  • ૨૮ ઓક્ટોબરના રોજ ગાંધીનગર દક્ષિણ તથા દહેગામની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામા આવશે
  • આર સી ફળદૂ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ તથા નીમુબેન બાંભણીયા નીરિક્ષક તરીકે લઈ રહ્યા છે સેન્સ

09:40 October 27

ભાજપ આજથી રાજ્યમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી

શું છે દેશ અને ગુજરાતના મોટા સમાચાર. રાજકીય રણમાં કેવી હલચલ મચી ગઈ છે. કયા સમાચાર પ્રચલિત છે? કેન્દ્ર અને ગુજરાત સરકારે નવું શું કર્યું? આજના તમામ મોટા સમાચાર વાંચો.

Last Updated : Oct 27, 2022, 9:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details