- શ્રીનગરમાં ફરી એક વખત આતંકવાદી હુમલો
- સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હોવાની ઘટના
- હુમલામાં 2થી 3 સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા
શ્રીનગર (જમ્મુ -કાશ્મીર) : આતંકવાદીઓએ શ્રીનગરના હરિ સિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો( Grenade attack ) હોવાની ઘટના સામે આવી છે. હાલ હુમલાખોરોની શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા રક્ષાદળને નિશાન બનાવીને ફેંક્યો ગ્રેનેડ
આતંકવાદીઓએ મંગળવારે જમ્મુ -કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 2થી 3 સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
વિસ્ફોટમાં સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત
હરિ સિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર ગ્રેનેડ રસ્તા પર પડ્યો હતો. આથી, વિસ્ફોટ થવાથી 2થી 3 સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે હુમલાખોરોને શોધવા વિસ્તારની ઘેરાબંદી કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.