નવી દિલ્હી:ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી છે. સર્ચ એન્જિન Googleએ હાથથી કાપેલા કાગળની કળા દર્શાવતું અનોખું Doodle બનાવીને દેશને શુભેચ્છા પાઠવી છે. આ Doodleમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતોની સાથે સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર સ્ટંટ કરતા સૈનિકોને પ્રજાસત્તાક દિવસની ઔપચારિક પરેડને કલાકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે.
અમદાવાદના કલાકારે બનાવ્યું Doodle:Googleની વેબસાઈટ અનુસાર આજે Doodle ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગુગલે બનાવેલા આ ખાસ ડૂડલમાં કર્તવ્ય પથ બનાવેલો દેખાઈ રહ્યો છે. આ પથના એક બાજુ ઘોડા પર સવાર જવાન અને બીજી બાજુ જવાનોનું જવાનોનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે જે ભારતની તાકાતને દર્શાવે છે. આ 'Doodle' અમદાવાદના આર્ટિસ્ટ પાર્થ કોઠેકરે બનાવ્યું છે. વેબસાઈટ પર Doodle બનાવવાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોઠેકર પોતાના હાથથી Doodle બનાવતા જોવા મળે છે.
એનિમેશન દ્વારા ખાસ અંદાજમાં Doodle:Googleના 'G', 'O', 'G', 'L' અને 'E' અંગ્રેજીના નાના મૂળાક્ષરોમાં Doodleની આગળ 'હેન્ડ-કટ પેપર' આર્ટ દર્શાવતા લખવામાં આવ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપરનું એક વર્તુળ પ્રતિકાત્મક રીતે Google મૂળાક્ષરોમાં બીજા 'O'ને પ્રતિબિંબિત કરી રહ્યું છે. મોર અને ફૂલના આકારની આકૃતિઓ Doodleને વધુ આકર્ષક બનાવી રહી છે. ગુગલે પોતાના હોમપેજ પર એનિમેશન દ્વારા ખાસ અંદાજમાં Doodle બનાવ્યું છે.