ગોવમાં ભાજપ 18, કોંગ્રેસ 14, ટીએમસી 4, આપ 1, અપક્ષ 3ની આગળ ચાલી રહી છે. ગોવાની ચૂંટણી અંગે મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોવામાં નિશ્ચિતપણે ભાજપની સરકાર બની રહી છે. અમે લોકો સ્વતંત્ર ધારાસભ્ય અને MGP પાર્ટીને અમારી સાથે લઈ લઈશું.
નવી દિલ્હીઃ ગોવામાં ત્રિશંકુ વિધાનસભાની આગાહીઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં સરકારની રચનાની શક્યતાઓનું (Goa Election Result 2022) મૂલ્યાંકન કરવા ચૂંટણી પરિણામો પર નજીકથી નજર રાખી રહ્યા છે. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે (Goa Election 2022 ) રાજ્યમાં ભાજપની આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસ પણ ગોવામાં સરકાર બનાવવા માટે આશાવાદી છે. કોંગ્રેસે હોર્સ ટ્રેડિંગના કોઈ પણ પ્રયાસને રોકવા માટે તેના ઉમેદવારોને હોટલમાં રોકાવા કહ્યું છે.
AAP અને TMC વચ્ચે બહુકોણીય હરિફાઈ
ગોવામાં આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ સાથે (Goa Election 2022) બહુકોણીય હરિફાઈ જોવા મળી છે. આ ઉપરાંત પરંપરાગત હરિફ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે રાજ્યની તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી (Goa Assembly Election 2022) છે.
કોંગ્રેસ નેતા TMC AAPના નેતા સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે
ગોવામાં કોંગ્રેસના નેતાઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટીના રાજ્ય નેતાઓના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે, જેથી કરીને ભાજપને રાજ્યમાં સત્તામાં પાછા ફરતા અટકાવી શકાય. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બુધવારે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે બેઠક યોજી હતી અને મતગણતરીની પૂર્વસંધ્યાએ ગોવાના માર્ગો ખાતેની એક હોટલમાં ઉમેદવારોને માહિતી આપી હતી.
આ પણ વાંચો-UP Election 2022 UPDATE : ઈમ્તિહાન બાકી હે અભી હોસલો કા: અખિલેશ યાદવ