નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મેક્સિકોથી મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ગોગી ગેંગના લીડર દીપક બોક્સરની ધરપકડ કરી છે. આ માટે દિલ્હી પોલીસે ત્યાંની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નો સહયોગ લીધો છે. ગેંગસ્ટર દીપક બોક્સરને એક-બે દિવસમાં ભારત લાવવામાં આવશે. તે દિલ્હી એનસીઆરનો સૌથી મોટો અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે. તે નકલી પાસપોર્ટની મદદથી વિદેશ ભાગી ગયો હતો. પોલીસને શંકા છે કે તે ગયા વર્ષે ડિસેમ્બર અથવા આ વર્ષે જાન્યુઆરીમાં મેક્સિકો ભાગી ગયો હોઈ શકે છે.
નકલી પાસપોર્ટનો મામલો:પોલીસને હાલમાં જ એક પાસપોર્ટ વિશે જાણકારી મળી હતી, જેના પર ફોટો દીપક બોક્સરનો હતો, પરંતુ તે પાસપોર્ટ મુરાદાબાદના રહેવાસી રવિ અંતિલ નામના અન્ય વ્યક્તિના નામે હતો. આ નકલી પાસપોર્ટ આ વર્ષે 29 જાન્યુઆરીએ બનાવવામાં આવ્યો હતો. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને દીપકે રવિના ઉપનામથી કોલકાતાથી મેક્સિકોની ફ્લાઈટ લીધી હતી.
બિલ્ડરની હત્યાના કેસમાં દીપક બોક્સર વોન્ટેડ હતો:અમિત ગુપ્તા નામના બિલ્ડરની હત્યાના કેસમાં દિપક બોક્સર દિલ્હી પોલીસને વોન્ટેડ હતો. અમિત ગુપ્તાની ઓગસ્ટ 2022માં બુરારી વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેમના પર અનેક ગોળીઓ ચલાવી હતી. આ પછી અમિત ગુપ્તાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચોManish Kashyap Case : આર્થિક અપરાધ યુનિટે મનીષ કશ્યપ સામે બીજી FIR નોંધી
ફેસબુક પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી લીધી:દીપક બોક્સરે સપ્ટેમ્બર 2022માં ફેસબુક પોસ્ટ દ્વારા અમિત ગુપ્તાની હત્યાની જવાબદારી લીધી હતી. ત્યારથી બોક્સર ફરાર હતો. બોક્સર ભયંકર ગેંગ ગોગી ગેંગનો કિંગપિન છે. અમિત ગુપ્તાની હત્યાની તપાસ કરી રહેલી પોલીસને ખબર પડી હતી કે અમિત ગુપ્તાની હત્યા છેડતી માટે કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તેણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જોકે દીપક બોક્સરે તેની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે બદલો લેવા માટે અમિત ગુપ્તાની હત્યા કરી હતી.
આ પણ વાંચોAhmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો
દીપક બોક્સર ચલાવતો હતો ગેંગ: તેણે પોસ્ટમાં લખ્યું હતું કે બિલ્ડર અમિત ગુપ્તા ગોગી ગેંગના દુશ્મન ટિલ્લુ તાજપુરિયા ગેંગનો ફાયનાન્સર હતો. ગોગી ગેંગનો સભ્ય કુલદીપ ઉર્ફે ફજ્જા પોલીસના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ માટે અમિત ગુપ્તાએ પોલીસને જાણ કરી હતી અને તેણે કુલદીપ વિશે માહિતી આપી હતી. રોહિણી કોર્ટમાં ગોગી ગેંગના લીડર જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ દીપક બોક્સર આ ગેંગને ચલાવતો હતો. દીપક બોક્સર મૂળ ગન્નૌરનો રહેવાસી છે અને પોલીસે તેના પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.