ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના બાંકામાં કિશોરી પર સામુહિક બળાત્કાર, ફરિયાદ કરવા ગયેલા પીડિતાના પિતાને પડ્યો તમાચો

બિહારના બાંકામાં એક કિશોરી પર સામુહિક બળાત્કારનો મામલો બન્યો હતો. બળાત્કારનું કૃત્ય કર્યા બાદ આરોપીઓએ પીડિતાના પરિવારને ધમકી પણ આપી હતી. જ્યારે પીડિતાનો પરિવાર આનંદપુર ઓપી ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો ત્યારે ઓપી અધ્યક્ષે પીડિતાના પિતાને લાફો મારી દીધો હતો. ઉલ્લેખનિય છે કે, બળાત્કારના આરોપીઓ હાલ ફરાર છે. Banka Gang Rape case

બિહારના બાંકામાં કિશોરી પર સામુહિક બળાત્કાર
બિહારના બાંકામાં કિશોરી પર સામુહિક બળાત્કાર

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 6:06 PM IST

બિહારબાંકાના ચાંદન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ યુવકોએ એક કિશોરી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. કિશોરી જ્યારે શૌચ કરવા ગઈ ત્યારે યુવકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, આ ઘટના 16 નવેમ્બરના રોજ બની હતી પરંતુ પોલીસે ત્રણ દિવસ બાદ પોલીસે આ મામલે ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.

કિશોરી પર સામુહિક બળાત્કાર : આ ઘટના અંગે પીડિતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, 16 નવેમ્બરના રોજ તેમની પુત્રી શૌચ કરવા ગઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકોએ તેને પકડીને તેનું મોઢું દબાવી તેના પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે નાની બહેને સામુહિક બળાત્કારની ઘટના અંગે પરિવારજનોને જણાવ્યું ત્યારે પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્રણેય નરાધમ યુવકો કિશોરીને નગ્ન અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા. જ્યારે પરિવારજનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

પીડિતાના પિતાને પોલીસે માર્યો તમાચો : આનંદપુર પોલીસ સ્ટેશનના ઓપી અધ્યક્ષે પણ પીડિતાના પરિવારજનોને હેરાન કર્યા હતા. તેમના આરોપ છે કે જ્યારે પરિવાર આ મામલામાં ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ઓપી અધ્યક્ષે પીડિતાના પિતાને થપ્પડ મારી હતી. જોકે આનંદપુર ઓપી અધ્યક્ષે આ મામલો મહિલા પોલીસ સ્ટેશનનો હોવાનું કહીને વાત ટાળી દીધી હતી.

પીડિતાની અરજી પર કેસ નોંધવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. -- અમન કુમાર, આનંદપુર ઓપી ઇન્ચાર્જ

ઓપી અધ્યક્ષ પર ગંભીર આરોપ : પીડિતાના પરિવારના સભ્યોએ કહ્યું કે, ઓપી અધ્યક્ષ તેમની સાથે યોગ્ય વર્તન પણ કરતા નથી. જ્યારે તેઓ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેને થપ્પડ મારીને ઓપી અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, જો તેમણે ફરિયાદ આપવી હોય તો છેડતીની ફરિયાદ આપો નહીં તો તમારી પુત્રી 4 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રહેશે. તે મેડિકલ કર્યા બાદ જ ઘરે જઈ શકશે.

બેલહર SDPO ની પહેલ પર કેસ નોંધાયો : પોલીસની ધમકીથી દુઃખી થયેલા પરિવારના સભ્યો તે સમયે ઘરે પરત આવી ગયા હતા. પોલીસ સ્ટેશન અને અન્ય સ્થળોએથી નિરાશા મળ્યા બાદ કેટલાક મીડિયાકર્મીઓની દરમિયાનગીરી કરી બેલહર SDPO રવિ કુમારે સમગ્ર મામલાની નોંધ લીધી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્રણેય આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પરંતુ હાલ આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે.

આરોપીઓ ક્યારે પકડાશે ? પીડિતાના પરિવારજનોના આરોપ પર હજુ સુધી ઓપી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમન કુમારનું નિવેદન આવ્યું નથી. જ્યારે તેમનું નિવેદન આવશે ત્યારે તેમના પક્ષને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. હાલ આ મામલે તેણે નિશ્ચિતપણે કહ્યું છે કે, પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

  1. બિહાર ક્રાઈમ: સનકી પ્રેમીએ પ્રેમિકાના પરિવારના 6 લોકોને ગોળી મારી, પ્રેમિકા સહિત 3નાં મોત
  2. રાજસ્થાનમાં યુવકે નજીવી બાબતમાં પત્ની સહિત બે પુત્રીઓની કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details