- આજે દેશની મુખ્ય જરૂરિયાત શિક્ષણ
- સ્વનિર્ભર બનીને જ વ્યક્તિ કે દેશ તેની આઝાદીનો બચાવ કરી શકે છે
- દેશનું નિર્માણ કરવા માટે સમાન ભાષાનો ઉપયોગ
ન્યૂઝ ડેસ્ક: સામાજિક સુધારણા, અને તેમાંયે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે ગાંધીજી પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી અને સામજિક ચિંતક ગોપાલકૃષ્ણ ગોખલેના વિચારોથી ભારે પ્રભાવિત હતા. આ મુદ્દા પર ગાંધીજી ઘણી વખત ગોખલેનાં નિવેદનોને ટાંકતા: “આજે દેશની મુખ્ય જરૂરિયાત શિક્ષણ છે. અહીં હું ‘શિક્ષણ’નો અર્થ કેવળ પ્રાથમિક શિક્ષણ તરીકે નથી કરતો, બલ્કે તેનો અર્થ – આપણા અધિકારોના જ્ઞાન અને તેની સાથે સંકળાયેલી આપણી જવાબદારીઓ તથા ફરજોના સંદર્ભમાં કરૂં છું.”
સ્વાભિમાનનો વિકાસ:
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના રોકાણે તેમને સ્વાભિમાનની ક્ષમતાને ઉચ્ચ દ્રષ્ટિથી જોતાં શીખવ્યું. ત્યાંના અત્યંત ગરીબ અશિક્ષિત ભારતીયોમાં પણ તેમને દેશભક્તિની ભાવનાનાં દર્શન થયાં. પરિણામે, ભારત પરત ફર્યા પછી “સતત ભયની સ્થિતિ” જોઇને તેમને ભારે નારાજગીની સાથે-સાથે સંકોચનો અનુભવ થયો.
સ્વનિર્ભરતા:
આત્મ-નિર્ભરતા હાંસલ કરવા અંગેની ગાંધીજીની માન્યતા તેમની સામાજિક ફિલોસોફીનો પાયો હતી. વ્યાપક સ્તરે સ્વનિર્ભર બનીને જ વ્યક્તિ કે દેશ તેની આઝાદીનો બચાવ કરી શકે છે અને તેના ગૌરવપૂર્ણ અસ્તિત્વની જાળવણી કરી શકે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય પરની નિર્ભરતા તેનું શારીરિક અને માનસિક દાસત્વ સુનિશ્ચિત કરે છે.
ગ્રામ્ય જીવનનો સ્વીકાર:
દેશની મોટાભાગની વસ્તી ગામડાંઓમાં વસતી હતી, આથી, ગાંધીજી ગામડાંઓના પુનરોદ્ધારને સામાજિક ક્ષેત્રનો ચાવીરૂપ મુદ્દો ગણાવતા હતા. તેમનું માનવું હતું કે, ભારતનો આત્મા ગામડાંઓમાં જ વસે છે. તેઓ સ્પષ્ટપણે એ સમજતા હતા કે, સ્વનિર્ભરતાનો સિદ્ધાંત એ ગ્રામીણ વિસ્તારોના કલ્યાણની ચાવી હતી.
ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિંદી:
ગાંધીજી જાણતા હતા કે, એક દેશનું નિર્માણ કરવા માટે સમાન ભાષાનો ઉપયોગ કરવાની તેની ક્ષમતા એ અત્યંત મહત્વનાં પરિબળો પૈકીનું એક હતું. આ પરિબળ વિના, દેશના જુદા-જુદા ભાગો રાષ્ટ્રના મુખ્ય-પ્રવાહથી અળગા રહી જશે, અને તેના કારણે દેશના વિખંડનની શક્યતાઓ સર્જાશે.
હિંદુ-મુસ્લિમ વચ્ચેના સબંધો:
ગાંધીજીનું માનવું હતું કે, જ્યાં સુધી દેશના બે મુખ્ય સમુદાયો – હિંદુ અને મુસ્લિમો સમજૂતી સાધીને તેમના મતભેદોનું નિવારણ કરવા માટે સંમત નહીં થાય અને સાથે મળીને તેમના સહિયારા ઉત્કર્ષ માટે કામ નહીં કરે, ત્યાં સુધી ભારતનો સામાજિક અને આર્થિક વિકાસ કુંઠિત રહેશે.
આ પણ વાંચો:આજે શિક્ષક દિવસ, જાણો 5મી સપ્ટેમ્બરે કેમ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ?
અસ્પૃશ્યતાના દૂષણની નાબૂદી:
જ્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતામાં માનવ ગૌરવ અને સાર્વત્રિક મૂલ્યોનું હનન થતું જોયું, ત્યારે તેમણે અસ્પૃશ્યતાનો મુદ્દો ઊઠાવ્યો. અસ્પૃશ્યતાના દૂષણનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઊઠાવનારા તેઓ પ્રથમ મહાનુભાવ હતા.
અસ્પૃશ્યોનું સશક્તિકરણ:
જ્યારે બ્રિટિશ સરકારે કમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી (જેમાં, અસ્પૃશ્યો માટે અલાયદા મતદાન ક્ષેત્ર માટે મંજૂરી આપવામાં આવી હતી), ત્યારે અસ્પૃશ્યતાના મુદ્દે ગાંધીજી સામે સૌથી મોટો પડકાર ઊભો થયો.
મહિલાઓઃ ભાગીદાર અને પ્રેરક તરીકે:
સમાજમાં મહિલાઓના સ્થાન વિશેના ગાંધીજીના વિચારો આમૂલ પરિવર્તનકારી હતા. એપ્રિલ, 1919માં જ્યારે ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં સત્યાગ્રહની શરૂઆત કરી, ત્યારે સમાજના તમામ વર્ગો તથા સમુદાયોની મહિલાઓએ સભાનું આયોજન કર્યું અને દેશની મહિલાઓને પુરુષોને સહકાર આપવાની અને સત્યાગ્રહની ચળવળમાં મોટી સંખ્યામાં તેમની સાથે સામેલ થવાની હાકલ કરી.
બાલિકા વધૂઓ અને બાળ વિધવાઓ:
1925માં, ગાંધીજીએ કેટલાક નિયમો ઘડ્યા. આ નિયમો નીચે પ્રમાણે હતાઃ