ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Freedom Struggle of Batukeshwar Dutt : કાળા પાણીની સજા પડી તો પણ ફાંસી કેમ ન થઇ તેની શરમ અનુભવનાર ક્રાંતિકારીની કહાણીા જાણો...

ભારતની આઝાદીના લડવૈયાઓના અમર બલિદાની બટુકેશ્વર દત્ત હવે વિસરાતાં જઇ રહ્યાં છે. તેમના અપ્રતિમ સાહસ અને સર્વસ્વ સમર્પણની (Freedom Struggle of Batukeshwar Dutt ) આ કથા જાણો આઝાદીના 75માં વર્ષે ઈટીવી ભારત સાથે.

Freedom Struggle of Batukeshwar Dutt
Freedom Struggle of Batukeshwar Dutt

By

Published : Feb 13, 2022, 6:12 AM IST

પટનાઃ 15 ઓગસ્ટ 1947ના રોજ દેશે ગુલામીની બેડીઓમાંથી મુક્તિ મેળવી હતી. આઝાદ ભારતના આ પ્રભાત માટે અનેક વીરોએ બલિદાન (Batukeshwar Dutt Memoirs on 75 years of independence) આપ્યું. બટુકેશ્વર દત્ત ભારત માતાના આ બહાદુર પુત્રો અને સ્વતંત્રતા સેનાનીઓમાંના (Freedom Struggle of Batukeshwar Dutt) એક હતાં. જેમની વીરતાની ખુદ શહીદ-એ-આઝમ ભગતસિંહે પ્રશંસા કરી હતી. તેથી જ તેમણે લાહોર સેન્ટ્રલ જેલમાં બટુકેશ્વર દત્તનો ઓટોગ્રાફ પણ લીધો હતો.

Freedom Struggle of Batukeshwar Dutt

ભગતસિંહ સાથે મુલાકાત બાદ નવો અધ્યાય શરુ થયો

બટુકેશ્વર દત્તનો જન્મ 18 નવેમ્બર 1910ના રોજ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં થયો હતો. પણ તેમણે પટનાને પોતાની કર્મભૂમિ બનાવી લીધી હતી. બટુકેશ્વર હાઈસ્કૂલના અભ્યાસ માટે કાનપુર આવ્યા હતાં, જ્યાં તેઓ ચંદ્રશેખર આઝાદને મળ્યાં. 1928માં રચાયેલી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મીના સભ્ય બન્યાં. અહીં તેમની મુલાકાત ભગતસિંહ સાથે થઈ હતી. ભારતીય ઈતિહાસમાં બહાદુરીનો નવો અધ્યાય (Freedom Struggle of Batukeshwar Dutt) અહીંથી શરૂ થયો.

ભગતસિંહના ક્રાંતિકારી સાથી બની ગયાં

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 'પબ્લિક સેફ્ટી બિલ' અને 'ટ્રેડ ડિસ્પ્યુટ બિલ'નો વિરોધ કર્યો હતો. 8 એપ્રિલ 1929ના રોજ, બંનેએ સેન્ટ્રલ એસેમ્બલીમાં અંગ્રેજોના બહેરા કાને સાંભળવા માટે બોમ્બ ફોડ્યા. બ્રિટિશ સરકારે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે બટુકેશ્વર દત્તને અંગ્રેજોએ કાળા પાણીની સજા (Freedom Struggle of Batukeshwar Dutt) ફટકારી હતી. તેમના વિશે સાહિત્યકાર અરુણ કુમાર સિંહ લખે છે, "બટુકેશ્વર દત્ત ભગતસિંહથી ખૂબ પ્રભાવિત હતાં. તેઓ ભગતસિંહના સાથી બની ગયાં હતાં. દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે બટુકેશ્વર દત્ત પણ ભગતસિંહ (Freedom Struggle of Batukeshwar Dutt) સાથે હતાં. ભગતસિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી અને તેમને (બટુકેશ્વર દત્ત)ને કાળા પાણીની સજા આપવામાં આવી હતી. તેઓ આ બાબતે અપમાનિત અનુભવી રહ્યા હતાં કે શા માટે તેમને પણ ફાંસી આપવામાં ન આવી."

કાળા પાણીની સજામાં અંગ્રેજોએ અમાનુષી અત્યાચાર કર્યાં

દેશ માટે મરવા તૈયાર થયેલા બટુકેશ્વર દત્તને ફાંસીની સજા ન મળવાથી દુઃખ અને અપમાનની લાગણી થઈ રહી હતી. બ્રિટિશ સરકારે તેમને આંદામાનની કુખ્યાત સેલ્યુલર જેલમાં (Freedom Struggle of Batukeshwar Dutt) મોકલી દીધાં હતાં. કાળા પાણીની સજા વખતે બટુકેશ્વર દત્તને અંગ્રેજોએ ભારે અત્યાચાર ગુજાર્યો હતો. બટુકેશ્વર દત્તે જેલની અંદર ભૂખ હડતાળ પણ કરી હતી. 1937માં તેમને બાંકીપુર સેન્ટ્રલ જેલ પટના લાવવામાં આવ્યાં, તેમને અંગ્રેજોએ 1938માં મુક્ત કર્યાં. સ્વતંત્રતાના મતવાલા બટુકેશ્વર દત્ત ફરી એકવાર મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં (Batukeshwar Dutt another unsung hero of freedom struggle) કૂદી પડ્યાં. જે બાદ અંગ્રેજોએ ફરી એકવાર તેમની ધરપકડ કરી હતી. ચાર વર્ષ પછી 1945 માં તેંને મુક્ત કરવામાં આવ્યાં. 15 ઓગસ્ટ 1947ની એ સોનેરી સવારના પહેલા પ્રભાતે, આઝાદીના સમયે બટુકેશ્વર દત્ત પટનામાં જ રહેતાં હતાં.

આ પણ વાંચોઃ 75 Years of Independence: ભગતસિંહ, એક એવા ક્રાંતિકારી જેમણે ન્યાય માટે ફક્ત એક જ ગોળી ચલાવી હતી

કાળા પાણીની સજા દરમિયાન ટીબી થયો

પટનાના સ્થાનિક રામજીસિંહ તેમને યાદ (Batukeshwar Dutt Memoirs on 75 years of independence) કરતાં જણાવે છે કે "અંગ્રેજોએ તેમના (બટુકેશ્વર દત્ત) પર ઘણા અત્યાચારો કર્યા, બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા આપીને આંદામાનની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાંથી તેમને 1937માં પટનાની બાંકીપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતાં. કાલાપાનીની સજા દરમિયાન તેમને ટીબી (Freedom Struggle of Batukeshwar Dutt ) થયો હતો.

અંતિમ જીવન મુફલિસીમાં કાઢ્યું

તેમને 1945માં મુક્ત કરવામાં આવ્યાં હતાં. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બટુકેશ્વર દત્તે લગ્ન કર્યા અને પટનામાં રહેવા લાગ્યાં હતાં. તેઓ પટનામાં ભારે ગરીબીમાં (Freedom Struggle of Batukeshwar Dutt) જીવન જીવતાં હતાં.

ભગતસિંહની સમાધિ નજીક થયાં અંતિમ સંસ્કાર

બટુકેશ્વર દત્તે લાંબી માંદગી બાદ 20 જુલાઈ 1965ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. આ સ્વતંત્રતાના મતવાલાએ તેમની અંતિમ ઈચ્છા દર્શાવતાં કહ્યું હતું કે તેમને પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સાથે દફનાવવામાં આવે. બટુકેશ્વર દત્તની અંતિમ ઈચ્છાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર ભારત-પાક સરહદ નજીક હુસૈનીવાલામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ(Freedom Struggle of Batukeshwar Dutt ) પાસે કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ આઝાદીના 75 વર્ષ: ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી

ABOUT THE AUTHOR

...view details