- મંદિરના ખોદકામ પૂર્ણ થયા બાદ 40 ફીટ ઊંડી માટીને હટાવાઈ
- રામ જન્ભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલયના વ્યવસ્થાપકે આપી માહિતી
- ખોદકામમાં કેટલીક ખંડિત મૂર્તિઓની સાથે અનેક વસ્તુઓ મળી
આ પણ વાંચોઃબોટાદ સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા રામ મંદિર નિર્માણમાં 11,11,111 નો ચેક અર્પણ કરાયો
અયોધ્યાઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન રામલલ્લાના મંદિરના નિર્માણની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે પાયાનું ખોદકામ કાર્ય પૂર્ણ થયા બાદ 40 ફીટ ઊંડી માટી 2.77 એકર ભૂમિને ખોદીને માટી હટાવવામાં આવી છે.
મંદિરના ખોદકામ પૂર્ણ થયા બાદ 40 ફીટ ઊંડી માટીને હટાવાઈ ધાર્મિક ખંડિત મૂર્ત, મંદિરના અવશેષ જેવી અનેક વસ્તુઓ મળી
હવે લેવલિંગનું કામ ચાલી રહ્યું છે. આ બધામાં સૌથી ખાસ વાત એ છે કે, રામ મંદિર નિર્માણ માટે ખોદકામ દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મહત્ત્વપૂર્ણ પ્રાચીન ધાર્મિક ખંડિત મૂર્તિ, મંદિરના અવશેષ, સ્તંભ, સીતા રસોઈ સંબંધિત સિલબટ્ટા, ઘઉં અને રોટી બનાવવાનું વેલણ, ઘંટી વગેરે પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચોઃનડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાનું દાન
મંદિર નિર્માણ માટે ખોદકામ દરમિયાન 20 ફીટ સુધી ઘણા પ્રાચીન અવશેષ મળ્યા
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલયના વ્યવસ્થાપક પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે ખોદકામ દરમિયાન 20 ફીટ સુધી ઘણા પ્રાચીન અવશેષ મળ્યા છે. આ પહેલા પણ પ્રાચીન શિલા મળી આવી છે. જ્યારે કેટલીક ખંડિત મૂર્તિઓની સાથે અનેક વસ્તુઓ મળી આવી છે.