- રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામ પહોંચ્યા
- આસામમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 રેલીઓને સંબોધન કરશે
- આસામ વિધાનસભાની ચૂંટણી માટે 3 તબક્કામાં મતદાન યોજાશે
ગુવાહાટી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામ પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી 2 રેલીઓને સંબોધન પણ કરશે. આ પહેલા રાહુલ ગાંધીએ કામખ્યા મંદિરની મુલાકાત લીધી હતી અને દેવીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો:આસામ વિધાનસભા ચૂંટણી : 3 અરબપતિ ઉમેદવારો મેદાનમાં
આસામના લોકો સમજી ગયા છે: રાહુલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, આસામના લોકો સમજી ગયા છે કે જુમલાઓ અને પ્રગતિ વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારે ચાના બગીચાના કામદારો સહિત દૈનિક વેતન મજૂરોના આંસુ લૂછવા શું કર્યું? જુમલાઓ અને પ્રગતિને એકબીજા સાથે કંઈ લેવાદેવા નથી- જનતા આ સમજી ચૂકી છે.