હરિદ્વાર (ઉત્તરાખંડ):ધર્મનગરીના અખંડ પરમધામ આશ્રમમાં ત્રણ રશિયન નાગરિકોએ ભારતીય રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નમાં રશિયન નાગરિકો સાથે અન્ય નાગરિકોએ ઢોલ અને ઉત્તરાખંડી વાળાના વાદ્યો પર જોરશોરથી ડાન્સ કર્યો. સૌપ્રથમ ભારતીય રીતિ-રિવાજ મુજબ ત્રણેય વરરાજાઓનું લગ્નનું વરધોડો કાઢવામાં આવ્યો હતો. ત્રણેય યુગલોએ આશ્રમમાં બનેલા શિવ મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા.
Foreigners Married: પરદેશીઓને સનાતન ધર્મ સાથે લાગી પ્રીત, રશિયનોએ હિન્દુ રીત રિવાજ સાથે હરિદ્વારમાં કર્યા લગ્ન - हरिद्वार में शादी
સનાતન સંસ્કૃતિ પ્રત્યે પશ્ચિમી દેશોના નાગરિકોનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. પરદેશી લોકોને સનાતન ધર્મની એવી લગની લાગે છે કે તમે કહીના શકો કે તે પરદેશી છે. એવો જ એક કિસ્સો હરિદ્વારમાં જોવા મળ્યો હતો. રશિયાના ત્રણ કંપલે અખંડ આશ્રમમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.
Published : Oct 5, 2023, 11:10 AM IST
સ્વામી પરમાનંદ ગિરીએ આપી માહિતી: આ રશિયન કંપલે અખંડ પરમધામના પ્રમુખ સ્વામી પરમાનંદ ગીરી મહારાજના આશીર્વાદ લઈને એકબીજાને હાર પહેરાવ્યા હતા. આ પછી, પરંપરાગત મંત્રોચ્ચાર વચ્ચે મંડપમાં સાત ફેરા લેવામાં આવ્યા હતા. સ્વામી પરમાનંદ ગિરીએ જણાવ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિથી કંટાળીને રશિયન નાગરિકોએ ભારતીય સંસ્કૃતિને અપનાવી લગ્ન કર્યા અને સાત જન્મ સુધી એકબીજા સાથે રહેવાના વચન લીધા હતા. પરિણીત યુગલોની સાથે અન્ય રશિયન નાગરિકોએ પણ લગ્નની મજા માણી હતી.
ભારતીય પહેરવેશ:વરરાજા તેની કન્યાને લેવા માટે આવી રહ્યા હતા ત્યારે રશિયન મિત્રોએ વરરાજા પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. વરરાજાના મિત્રોનું કહેવું છે કે તે ભારતીય સંસ્કૃતિથી ઘણો પ્રભાવિત છે. આ જ કારણ છે કે તેઓએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જ્યારે લગ્ન સમારોહ દરમિયાન વરરાજાએ ભારતીય શેરવાની પહેરી હતી, ત્યારે દુલ્હનોએ પણ ભારતીય લેહેંગા પહેરેલી જોવા મળી હતી. રશિયન નાગરિકોએ જણાવ્યું કે અગાઉ પણ ઘણા રશિયન નાગરિકોએ ભારતીય પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા. ઘણા વર્ષો વીતી ગયા છે એમ છતા તેઓ એકબીજા સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે.