ન્યૂઝ ડેસ્કઃ સંબંધ ભલે (healthy relationship) નવો હોય કે જુનો, તેને જાળવી રાખવા માટે વિશ્વાસ, પ્રેમ અને સમજની જરૂર હોય છે. એકબીજાને સમજવા અને સાથ આપવાની સાથે સાથે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને સંબંધને(Tips to keep a relationship healthy) સ્વસ્થ બનાવી શકાય છે. જો કે એ વાત પણ સાચી છે કે બંને તરફથી પ્રયત્નો થવા જોઈએ. તો જ કોઈપણ સંબંધ સફળ થઈ શકે છે. જો તમારો નવો સંબંધ છે અથવા તમારા સંબંધોમાં ખટાશ આવવા લાગી છે, તો કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ અનુસરો. આમ કરવાથી તમારા સંબંધોનો પાયો મજબૂત થશે અને સંબંધ ક્યારેય નબળો નહીં પડે.
સ્વસ્થ સંબંધ બનાવવા માટે આ ટિપ્સ અનુસરોઃ
જીવનસાથી માટે સમય કાઢવોઃ કોઈપણ સંબંધને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે (Healthy relationship tips) સારી રીતે વાત કરવી અને સારી વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે ખૂબ જ વ્યસ્ત છો તો, તમારે તમારા પ્રિયજનો માટે અથવા તમારા જીવનસાથીમાટે સમય કાઢવો (Make time for your spouse) જોઈએ.