ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભામાં નાણાંપ્રધાન સીતારમણનો જવાબ, કહ્યું- નીતિઓ પર આધારિત છે બજેટ

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે રાજ્યસભામાં બજેટ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન બજેટની વિશેષતા ગણાવવાની સાથે જ નાણાંપ્રધાને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ‘જમાઈ’ શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. જેના પર વિપક્ષે અસહમતિ દર્શાવતા નાણાંપ્રધાનને સ્પષ્ટતા કરવી પડી હતી.

FM Seetharaman
FM Seetharaman

By

Published : Feb 13, 2021, 12:25 PM IST

Updated : Feb 13, 2021, 1:28 PM IST

  • બજેટની વિશેષતા ગણાવવાની સાથે જ નાણાંપ્રધાને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું
  • બજેટ પર ચાલી રહેલી ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા
  • નીતિઓ પર આધારિત છે બજેટ: સીતારમણ
    લોકસભામાં નાણાંપ્રધાન સિતારમણનો જવાબ, કહ્યું- નીતિઓ પર આધારિત છે બજેટ

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ અંગેની ચર્ચા પર જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં હાજર હતા. નાણાંપ્રધાને કહ્યું કે, મહામારી બાદ પણ ભારત આત્મનિર્ભર રહેશે. સરકારને દેશના નવયુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ બજેટ ભારતને આત્મનિર્ભરતાના માર્ગ પર લઈ જઈ રહ્યું છે. આ બજેટ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે.

ખેડૂતોના બેન્ક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સ્ફર

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રશ્ર એ હતો કે તમે ખેતીનું બજેટ 10 હજાર કરોડ કેમ ઘટાડ્યું? તમને ખેડુતોની ચિંતા નથી? આ યોગ્ય રીતે સમજી શકાયું નહીં કારણ કે PM કિસાન સન્માન યોજનાની શરૂઆત થઈ ત્યારથી 10.75 કરોડ ખેડુતોના બેંક ખાતાઓમાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર થયા હતા.

અમે આરોગ્ય તરફ એક પગલું લઈ રહ્યા છીએ: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ

નાણાંપ્રધાને કહ્યું કે, બજેટ ભાષણમાં મેં ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે આરોગ્ય તરફ એક પગલું લઈ રહ્યા છીએ. તે નિવારક આરોગ્યને એડ્રેસિંગ કરી રહ્યું છે, તે રોગનિવારક આરોગ્યને એડ્રેસ કરી રહ્યું છે, તે ભલાઈને પણ એડ્રેસ કરી રહ્યું છે.

લોકસભામાં નાણાંપ્રધાન સિતારમણનો જવાબ, કહ્યું- નીતિઓ પર આધારિત છે બજેટ

નીતિઓ પર આધારિત છે બજેટ

નાણાંપ્રધાને કહ્યું કે, આ બજેટ PMના અનુભવ પરથી લેવામાં આવ્યું છે. તે જ્યારે ગુજરાતના CM હતા ત્યારે એક સમયે ત્યાં ઘણા સંશોધન થયા. આ બજેટ નીતિઓ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થા ખોલી અને ઘણા સુધારા કર્યા. ભાજપે હંમેશા ભારતની શક્તિ, ભારતીય વ્યવસ્થા અને અર્થતંત્ર પર વિશ્વાસ રાખ્યો છે. તે જનસંઘથી ચાલી રહ્યું છે. ભારતીય એન્ટરપ્રાઇઝ જે સમ્માનને હકદાર હતા અમે તે આપ્યું.

પાણી અને સ્વચ્છતા સાથે આરોગ્યની ફાળવણીમાં ઘટાડો થવો જોઈએ નહીં: નિર્મલા સીતારમણ

મેં નિશ્ચિતપણે સ્થાપિત કર્યું છે કે પાણી અને સ્વચ્છતા સાથે આરોગ્યની ફાળવણીમાં ઘટાડો થવો જોઈએ નહીં. આનાથી વિપરિત, આ વધી ગયું છે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર કરતા સિતારમણે કહ્યું કે, શશિ થરૂર અહીં હાજર છે. જ્યારે તેની પાર્ટી કેરળમાં હતી, ત્યારે આ લોકોએ અહીં એક ક્રોની બોલાવ્યો હતો. ન કોઈ ટેન્ડર કે ન કંઈપણ અને આ લોકો અમને મૂડીવાદીઓ કહે છે? આવું એટલા માટે છે કેમ કે કેરળમાં જમાઈ નથી… જમાઈ અહીં રહે છે. નાણાંપ્રધાને કહ્યું કે, આપણા લોકો સામાન્ય જનતા છે, જેને સરકારી આવાસો મળે છે, તેમને સ્વનિધિ યોજનાનો લાભ મળે છે. આ આપણી કુશળતા છે.

9 કરોડ ખેડુતને લાભ

પ્રધાનમંત્રી આવાસ વિમા યોજના હેઠળ નોંધાયેલા લગભગ 9 કરોડ ખેડુતોને 6000 સીધો લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મુદ્રા યોજના હેઠળ નાના વેપારીઓને 27 કરોડની લોન આપવામાં આવી હતી.

કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા

નાણાંપ્રધાને પૂછ્યું કે, કોંગ્રેસ અગાઉ કેમ કૃષિ કાયદાઓને ટેકો આપતું હતું અને હવે તે બદલાઈ ગઈ છે. ખેડૂતોને આ પ્રકારનું જ્ઞાન આપનાર કોંગ્રેસ ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે કહે છે કે, અમે કૃષિ લોન આપીશું પરંતુ મધ્યપ્રદેશમાં આ લાગુ પડ્યું નહીં. કોંગ્રેસે મત લીધા અને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. કોંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં દેવા માફ કર્યા ન હતા. અમને અપેક્ષા રહી હતી કે, કોંગ્રેસ આ અંગે નિવેદન આપશે પરંતુ આપ્યું નહીં.

વિપક્ષના કેટલાક લોકોને આરોપ લગાવવાની આદત

અપેક્ષા રાખવામાં આવી હતી કે, અમારા ત્રણ કાયદાઓમાંથી ઓછામાં ઓછો એક મુદ્દો ઉઠાવીને બોલે કે તેનાથી ખેડૂતોને નુકસાન થશે પરંતુ તે પણ થયું નહીં. કોંગ્રેસ બોલી શકતી હતી કે, 'હમ દો હમારે દો' માં જમાઈને આદેશ આપીને આવ્યા છીએ કે, જમીન પર કરો પરંતુ તેમણે તે પણ કર્યું નહીં. સીતારમણે કહ્યું કે, ગરીબો માટે અમે જે કરી રહ્યાં છે અને જરૂરિયાતમંદો માટે જે પગલા ભરવામાં આવી રહ્યાં છે, તેના વિરોધમાં વિપક્ષના કેટલાક લોકોને આરોપ લગાવવાની આદત થઈ ગઈ છે. એવા પ્રકારની જુઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે કે સરકાર માત્ર નજીકના દોસ્તો માટે કામ કરી રહી છે. એ મહત્ત્વની વાત છે કે 80 કરોડ લોકોને અનાજ ફ્રી આપવામાં આવ્યું.

Last Updated : Feb 13, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details