- પલવાલમાં પાંચ લોકોનો આપઘાત
- એક પરિવાના પાંચ લોકોનો આપઘાત
- પતિ-પત્નીએ બાળકો સાથે કર્યો આપઘાત
પલવાલઃ હરિયાણાના પલવાલ જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ જિલ્લાના ઔરંગાબાદ ગામનાં એક પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી એને ત્રણ છોકરાઓ સાથે પતિ-પત્ની ની લાસોને કબ્જે લીધી હતી. આ ઘટના પછી આખા ગામમાં શોકનું વતાવરણ છવાય ગયું છે.
એક પરિવારનાં પાંચ લોકોની આત્મહત્યાં
મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને અન બન થઈ હતી. આ અન બન એટલી વધી ગઈ કે અડધી રાત્રે તેમણે આ પગલું ભરી લીધું. પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટ્યાં હતા, ત્યાં છોકરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યાં. બુધવારે સવારે આજુ બાજુ ના લોકોને આ ઘટનાની જાણ થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસનો ધમધમાટ ચાલું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ -પત્નીએ ફાંસી લગાવી અને બાળકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકોમાં પતિ -પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પલવાલ પોલીસનું કહેવું છે કે જીવ ગુમાવનાર રાજા ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ઢાબા ચલાવતો હતો. તેણે ત્રણ મહિના પહેલા હોટેલનો વેપાર શરૂ કર્યો હતો, પરંતુ વધારે નફો થયો ન હતો. દેવાના કારણે તે પરેશાન હતો. પ્રાથમિક માહિતી અનુસાર, રાજાના ગળા પર ફાંસના નિશાન છે, પરંતુ તેની પત્ની અને બાળકોના શરીર પર ઈજાના નિશાન નથી. પોલીસ પડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. જોકે પોલીસને હજુ સુધી ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ, પરિવાર વિખવાદનો કેસ ઉઠાવી રહ્યો છે.
આ પણ વાંચોઃજાણો કેવી રીતે રાખવામાં આવે છે વાવઝોડાના નામ
આ પણ વાંચોઃCabinet meeting: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક