- કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ
- અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી
કાનપુર: કાર્ડિયોલોજી હોસ્પિટલના ICUમાં લાગી આગ છે. આગ લાગવાને કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓને બારી તોડી પલંગ સહિત બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી છે.
આગને કાબૂમાં લેવાના કરવાના આવી રહ્યા છે પ્રયાસો
આગ લાગવાની માહિતી મળતા જ, પોલીસ અને અગ્નિશામક દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાર્ડિયોલોજી હોસ્પિટલમાં ધૂમાડો ધૂમાડો થઈ ગયો છે. આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. હોસ્પિટલ સંચાલકનો દાવો છે કે, જમીન અને પહેલા માળના કાચ તોડી તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં