ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિવાળીની ઉજવણી દરમિયાન બજારમાં આગ લાગી, 700 દુકાનો બળીને ખાખ

અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં નાહરલાગુન ડેલી માર્કેટમાં આગ લાગી (Fire breaks out in daily market in Itanagar) હતી. 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ (700 shops burnt to ashes)છે. જો કે આ આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ બે કલાકમાં માત્ર બે જ દુકાનોમાં આગ લાગી હતી, પરંતુ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગયુ હતુ, જેના કારણે આગ અન્ય દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.

Etv Bharatદિવાળીની ઉજવણી દરમિયાન બજારમાં આગ લાગી, 700 દુકાનો બળીને ખાખ
Etv Bharatદિવાળીની ઉજવણી દરમિયાન બજારમાં આગ લાગી, 700 દુકાનો બળીને ખાખ

By

Published : Oct 25, 2022, 4:17 PM IST

અરુણાચલ પ્રદેશ: મંગળવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર નજીક નહરલાગુન ડેઇલી માર્કેટ (Fire breaks out in daily market in Itanagar) માં લાગેલી આગમાં ઓછામાં ઓછી 700 દુકાનો બળીને ખાખ થઇ ગઇ (700 shops burnt to ashes) હતી. પોલીસે આ માહિતી આપી કે આગની માહિતી સવારે ચાર વાગ્યાની આસપાસ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે તે રાજ્યનું સૌથી જૂનું બજાર છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરથી લગભગ 14 કિમી દૂર નાહરલાગુન ખાતે ફાયર સ્ટેશનની નજીક સ્થિત છે. આગ દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડા કે દીવા પ્રગટાવવાને કારણે લાગી હોવાની આશંકા છે.

પોલીસે દાવો કર્યો હતો કે ફાયર વિભાગે (Fire Department) તાત્કાલિક કાર્યવાહી કરી હતી પરંતુ દુકાનો વાંસ અને લાકડાની હતી અને તેમાં સૂકો માલ ભરેલો હતો તેથી આગ ઝડપથી ફેલાઈ હતી. ગભરાઈ ગયેલા દુકાનદારોએ આગથી બચી શકાય તેવો પ્રયાસ કર્યો હતો પરંતુ સિલિન્ડર વગરના વિસ્ફોટના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા માટે ત્રણ અગ્નિશામકોને સેવામાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક ઇટાનગરથી લાવવામાં આવ્યો હતો અને કલાકોના પ્રયત્નો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ફાયર વિભાગઆગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે પરંતુ એવી આશંકા છે કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (કેપિટલ) જીમી ચિરમે જણાવ્યું હતું કે આગનું કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ જાણી શકાશે. દુકાનદારોનો આરોપ છે કે જ્યારે તેમને આગની માહિતી મળી ત્યારે તેઓ નજીકના ફાયર સ્ટેશન પર પહોંચ્યા પરંતુ ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતો. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે અગ્નિશામક દળ આવ્યા ત્યારે ઓલવવામાં પાણી નહોતું. દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે ફાયર બ્રિગેડના કર્મચારીઓને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડ્યું હતું અને તેઓ સવારે 5 વાગ્યે જ પાછા આવી શક્યા હતા, ત્યાં સુધીમાં મોટાભાગની બજાર આગની લપેટમાં આવી ગઈ હતી.દુકાનદારો સાથે વાતચીત કર્યા પછી, અરુણાચલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (Arunachal Chamber of Commerce and Industries) ના પ્રમુખ તારા નાચુંગે તમામ અગ્નિશામકોને તેમની કથિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ઇટાનગરના ધારાસભ્ય ટેચી કાસોએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ACC&I સાથે મળીને બજારનું પુનઃનિર્માણ કરવામાં આવશે.

"પોલીસે પણ કાર્યવાહી કરી ન હતી. દરેક વ્યક્તિને તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળતા બદલ નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ." - કિપા નાઈ,નાહરલાગુન માર્કેટ વેલ્ફેર કમિટીના ચેરમેન

ABOUT THE AUTHOR

...view details