- પાલઘરના વસઈમાં એક કોવિડ 19 હોસ્પિટલ લાગી આગ
- આગમાં 14 કોરોના દર્દીના મૃત્યું
- આગને કાબૂમાં લેવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ
મુંબઇ: મહારાષ્ટ્રના વિરાર સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં આગને કારણે 14 દર્દીઓનાં મોત થયા હતા. સમગ્ર ઘટનાને અંગે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા વળતર આપવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: નાગપુરની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3નાં મોત, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
ICUમાં આગ લાગી ત્યારે ઘણા દર્દીઓ હતા હાજર
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે ICUમાં આગ લાગી ત્યારે ઘણા દર્દીઓ ત્યાં હાજર હતા. આગની ઝપેટમાં આવવાને કારણે 14 દર્દીઓનાં મોત થયાં હતાં. જયારે અન્ય 21 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
ACને કારણે શોર્ટ સર્કિટ થયાનું અનુમાન
આગ લાગવાનું કારણે ACમાં થયેલા શોર્ટ સર્કિટને બતાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 14 દર્દીઓના મૃત્યું થયું છે, બધા જ કોરોના સંક્રમિત દર્દીઓ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતરની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકના સગાઓને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની મંજૂરી આપી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મૃતકોના પરિજનોને આપી સાંત્વના
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મહારાષ્ટ્રના પાલઘરમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલ મૃત્યુમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સંરક્ષણપ્રધાને ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું ટ્વિટ નાસિકમાં આવેલી ઝાકિર હુસૈન હોસ્પિટલની ઘટના
ઉલ્લેખનીય છે કે, : નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ઓક્સિજન ટેન્કમાં લિકેજ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. ઓક્સિજન લિકેજથી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 22 દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રના વિરારમાં વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં લાગી આગ નાગપુરમાં લાગી આગ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 10 એપ્રિલના રોજ નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 3 લોકોનાં મોત થયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં આગને કારણે થયેલા લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો:નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજ થતા 22 દર્દીઓના મોત