ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"

દેશમાં જ્યારથી NEETની પરીક્ષા (NEET Exam Kerala) શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ વિવાદને (NEET Exam Controversy) કારણે આ પરીક્ષા સતત ચર્ચામાં રહી છે. જોકે, રાજસ્થાનના કોટામાં હિજાબ વિવાદ (NEET Exam Hijab issue) બાદ કેરળમાંથી આ પરીક્ષાને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થિનીઓને અંડરવેર કાઢીને એન્ટ્રી કરવા દબાણ કરાયું હતું.

NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"
NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"

By

Published : Jul 18, 2022, 5:43 PM IST

કોલ્લમ: કેરળમાં NEET ની પરીક્ષા આપતી (NEET Exam Kerala) વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે તેઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા મેટલ ડિટેક્શન (NEET Exam Controversy) સ્ટેજ પર તેમના અન્ડરવેર કાઢી (Asked to remove Underwear) નાંખવા માટે કહેવામાં આવ્યું હતું. કેરળના કોલ્લમ જિલ્લાના આયુર સ્થિત માર્થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં (MarThoma Institute of Information Technology) આ ઘટના બની હતી. જેને લઈને વિદ્યાર્થિનીઓએ Dyspને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: તૂટેલા રોડરસ્તાની થઈ શકશે ઓનલાઈન ફરિયાદ, સરકારે લોન્ચ કરી એપ્લિકેશન

નીકર કાઢવા દબાણ: દેશવ્યાપી NEETની પરીક્ષા તારીખ 17 જુલાઈના રોજ યોજાઈ હતી. વિદ્યાર્થિઓએ કહ્યું કે જો તેઓ નીકર કાઢીશે તો જ એમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. આ મામલે વિદ્યાર્થિનીઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સમગ્ર ઘટના કહી હતી. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, રવિવારે પરીક્ષા પછી અન્ડરગાર્મેન્ટ્સ એકસાથે કાર્ટનમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ

કૉલેજે વાત નકારી:વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદ અનુસાર કૉલેજના સત્તાવાળાઓએ લીધેલા આ પગલાંને કારણે વિદ્યાર્થિનીઓ યોગ્ય રીતે પરીક્ષા આપી શકી ન હતી. પોલીસે આ કેસમાં યુવતીનું નિવેદન નોંધ્યું છે. જોકે, જ્યારે આ મામલે કૉલેજના સત્તાવાળાને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કોઈ પ્રકારની જવાબદારી જ ન લીધી. પછી બાયોમેટ્રિકનું ચેકિંગ કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details