- ખેડૂતોના આંદોલનનો 21 મો દિવસ
- કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું કડક વલણ
- સરકાર પાસે કૃષિ કાયદો પરત લેવડાવીશુંઃ ખેડૂત નેતા
નવી દિલ્હીઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 21 મો દિવસ છે. ખેડૂતો આજે પણ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પોતાનું વલણ કડક કરતા ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, તે સરકાર પાસે આ કાયદાને પરત કરીને જ રહેશે અને કહ્યું કે, તેમની લડાઇ તે સ્તરે પહોંચી છે, જ્યાં તે તેને જીતાડવા માટે પ્રતિબદ્ધ છે. મળતી માહિતી મુજબ કિસાન આજે દિલ્હી અને નોયડા વચ્ચે ચિલ્લા બોર્ડરને પુરી રીતે ચક્કાજામ કરશે.
સિંધુ બોર્ડર પર સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે, તે આ કાયદાને પરત નહીં લે, અમે કહી રહ્યા છીએ કે, અમે પરત લેવડાવીને જ રહીશું.
ખેડૂતોના આંદોલનનો 21 મો દિવસ
તેમણે કહ્યું કે, લડાઇ તે ચરણમાં પહોંચી છે, જ્યાં અમે આ મામલે જીતવા માટે પ્રતિબદ્ધ છીએ.
તેમણે કહ્યું કે, અમે વાતચીતથી ભીગી રહ્યા નથી, પરંતુ સરકારને અમારી માગો પર ધ્યાન આપવું પડશે અને પ્રસ્તાવની સાથે આવવું પડશે.