- કેટલાય દિવસોથી ચાલતા ખેડૂત આંદોલન પર રાજનાથ સિંહની પ્રતિક્રિયા
- ખેડૂતો આપણા અન્નદાતા છે-રાજનાથ સિંહ
- સરકારનો પ્રયાલ ખેડૂતોની આવક વધારવાનો છે
નવી દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર રાજનાથ સિંહે કહ્યું કે કેટલીક શક્તિઓએ ખેડૂતોમાં ખેટા વહેમો પેદા કરવાના પ્રયાસો કર્યા છે. તેમમે કહ્યું કે ખેડૂતો આપણા અન્નદાતા છે, તેમના પર કોઈ પણ આક્ષેપ કરવો એ યોગ્ય નથી.
ખેડૂતો આપણા અન્નદાતા
ખેડૂતોને નક્સલ અને ખાલિસ્તાન ગણાવવા પર સિંહે કહ્યું કે કોઈએ પણ આવા આરોપ ખેડૂત પર લગાવવા ન જોઈએ. એમને તેમના પ્રત્યે આદર અને સન્માન છે. અમે કિસાન સામે આમારુ માથુ નમાવીએ છીએ. તે આપણા અન્નદાતા છે. ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલ બનવાનો સવાલ જ ઉભો થતો નથી. આપણા ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે આ જોઈ માત્ર હું જ નહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દુઃખી છે.
સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર
વધુમાં રાજનાત સિંહે કહ્યું કે અમે કેટલાય ખેડૂતો સાથે વાત કરી છે. ખેડૂતોને માત્ર મારી એ જ અપીલ છે કે કૃષિ બિલના એક એક ભાગ પર ચર્ચા કરવી જોઈએ. ખેડૂતો વિશેષજ્ઞોને સાથે લઈને આવે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ.
રક્ષાપ્રધાન સિંહે ઉમેર્યુ કે આપણા સીખ ભાઈઓએ હંમેશા ભારત દેશની સંસ્કૃતિની રક્ષા કરી છે. દેશના સ્વાભિમાનની રક્ષામાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની ઈમાનદારી પર કોઈ સવાલ નથી.
એમએસપીના મુદ્દા પર સિંહે કહ્યું કે સરકારે વારંવાર કહ્યપં છે ટેકાના ભાવ ચાલુ રહેશે. અમારો પણ એ જ પ્રયાસ છે કે ખેડૂતોની આવકમાં વધારો થાય અને તે વધુ કમાણી કરી શકે.
આપને જણાવી દઈએ કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 36 દિવસથી દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતો આ કાયદો રદ કરવાની માગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ખેડૂતો આ મુદ્દે ધરણા અને પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂત આંદોલન દરમમિયાન કેટલાક ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે.