- શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી
- મુનવ્વર રાણાને SGPGI લઇ જવામાં આવ્યા
- ક્રેટનિનનું સ્તર વધતાં તબિયત બગડી
- સુમૈયા રાણાએ દુઆઓ કરવા કરી વિનંતી
લખનૌ: જાણીતા શાયર મુનવ્વર રાણાની તબિયત ગુરૂવારના અચાનક બગડી ગઈ. પરિવારે રાજધાની લખનૌ સ્થિત SGPGIમાં તપાસ કરાવી તો ક્રેટનિનનું સ્તર વધેલું નીકળ્યું. મુનવ્વર રાણાની દીકરી સુમૈયા રાણાએ ઈટીવી ભારતને જાણકારી આપતા કહ્યું કે, તેમના પિતા મુનવ્વર રાણાની લાંબા સમયથી PGIમાં સારવાર ચાલી રહી છે. ઉંમરની સાથે કિડની જેવી અનેક સમસ્યાઓથી તેઓ પીડિત છે. ડૉક્ટરોનું કહેવું છે કે, તબિયત દવાથી સ્થિર નહીં થાય તો તેમને ભરતી કરવામાં આવશે.
દીકરી સુમૈયા રાણાએ દુઆ કરવા કહ્યું
જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરી અને સપા નેતા સુમૈયાએ લોકોને તેના પિતાના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવા વિનંતી કરી છે. ઈટીવી ભારત સાથે વાત કરતા સુમૈયા રાણાએ કહ્યું કે, તેમના પિતા લાંબા સમયથી અલગ-અલગ બમારીઓનો સામનો કરી રહ્યા છે અને તેમની સારવાર PGIમાં થતી રહી છે. ગુરૂવારના તબિયત બગડતી જોઇને તેમની તપાસ કરાવવામાં આવી, જેમાં ક્રેટનિનું સ્તર ઘણું વધી ગયું હતું. અત્યારે મુનવ્વર રાણાને ડૉક્ટરોએ દવા આપી છે, પરંતુ જો તબિયત સુધરતી નથી તો તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.