- ફેસબુકે કંપનીનું નામ બદલી નાખ્યું
- કંપની હવે નવા નામ 'મેટા'થી ઓળખાશે
- નવું પ્લેટફોર્મ હશે જે સર્જકો માટે લાખો નોકરીઓનું સર્જન કરશે
ઓકલેન્ડ (યુએસએ): ફેસબુકના (Facebook)ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg)કહ્યું છે કે ભવિષ્ય માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને(Digital Transformation) સામેલ કરવાના પ્રયાસના ભાગરૂપે તેમની કંપની હવે નવા નામ 'મેટા'થી ઓળખાશે. ઝકરબર્ગ તેને 'મેટાવર્સ' કહે છે.
ફેસબુકનો વિવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ
જો કે, ટીકાકારોનું કહેવું છે કે તે ફેસબુક પેપર્સમાંથી દસ્તાવેજ લીક થવાના વિવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે છે. ઝુકરબર્ગ કહે છે કે તે આગામી દાયકામાં મેટાવર્સ (Metavers )એક અબજ લોકો સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. તે કહે છે કે મેટાવર્સ એક પ્લેટફોર્મ હશે જેના પર લોકો વાતચીત કરી શકશે અને પ્રોડક્ટ્સ અને કન્ટેન્ટ બનાવવા માટે કામ કરી શકશે. તેમને આશા છે કે આ એક નવું પ્લેટફોર્મ હશે જે સર્જકો માટે લાખો નોકરીઓનું સર્જન કરશે.