ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Train explosion : ભાગલપુર જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ, ત્રણ ઇજાગ્રસ્ત, શંકાસ્પદોની અટકાયત - શંકાસ્પદોની ધરપકડ

બિહારના સમસ્તીપુરમાં ભાગલપુર જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રેનની અંદર વિસ્ફોટકો સાથે પ્રવાસ કરી રહેલો એક વ્યક્તિ ઝડપાયો હોવાની પણ માહિતી મળી છે.

Train explosion : ભાગલપુર જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ, ત્રણ ઇજાગ્રસ્ત, શંકાસ્પદોની અટકાયત
Train explosion : ભાગલપુર જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ, ત્રણ ઇજાગ્રસ્ત, શંકાસ્પદોની અટકાયત

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 9:13 PM IST

બિહાર - સમસ્તીપુર : બિહારના સમસ્તીપુરમાં ટ્રેનમાં વિસ્ફોટ થયો છે. ભાગલપુર-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં વિસ્ફોટથી અરાજકતા સર્જાઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ પછી રેલવે પોલીસ એક્શનમાં આવી છે.

આજે બપોરે 1.30 વાગ્યે ભાગલપુર-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 5 પર પહોંચી હતી. સમસ્તીપુરના હોમ સિગ્નલ પાસે ખુલ્યા બાદ જનરલ ડબ્બામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ અંગે દરભંગા જીઆરપીમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે... નવીન કુમાર, ( ડીએસપી, સમસ્તીપુર રેલવેે વિભાગ )

ત્રણ લોકોને ઇજા પહોંચી : આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. કહેવાય છે કે વિસ્ફોટના કારણે બોગીમાં ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા હતા. આ ઘટનામાં માતા અને પુત્ર દાઝી ગયા છે. મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. દરભંગાની રહેવાસી ઇજાગ્રસ્ત મહિલાને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

તમામ ઈજાગ્રસ્તો દરભંગાના રહેવાસી : વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ રીના દેવી, ગૌરવ ઝા અને કામતા પ્રસાદ તરીકે થઈ છે. જણાવાયું છે કે દરભંગા જિલ્લાના સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના મણિકોર ગામની રહેવાસી રીના દેવી તેના ભત્રીજા ગૌરવ સાથે જઇ રહી હતી. તે ગૌરવ ઝા સાથે સુલતાનગંજથી ટ્રેનમાં ચડી હતી. સમસ્તીપુર સ્ટેશન પહોંચતા પહેલા જ આઉટર સિગ્નલ પર મહિલા પ્રવાસીની સીટ નીચે રાખેલી બેગમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકોને ઇજા થઇ હતી.

એક આરોપીની અટકાયત : મળતી માહિતી અનુસાર ભાગલપુર-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટકો લઈ જતા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ટ્રેનમાં વિસ્ફોટ થયા બાદ આરોપીએ વિસ્ફોટકોથી ભરેલી બેગ નીચે ફેંકી દીધી હતી અને પછી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાયા બાદ પણ બેગમાં ધમાકા થયા હતાં.

  1. Surat News : સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતની ટ્રેનમાં બેસવા ધક્કામુક્કી, પાંચ બેભાન બન્યાં એક યાત્રીનું મોત
  2. Humsafar Express Train Fire: વલસાડથી સુરત તરફ જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં લાગી ભીષણ આગ

ABOUT THE AUTHOR

...view details