ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modiએ લોન્ચ કરી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-rupee, જાણો શું છે આ એપ

ઈ-રૂપી સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવેલા 'સોડેક્સો કૂપન' જેવું કાર્ય કરે છે. જેથી તેઓ ઈન્ટરનેટ કે પેમેન્ટ એપનો ઉપયોગ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકાશે.

PM Modi ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરશે, શું છે જાણો
PM Modi ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરશે, શું છે જાણો

By

Published : Aug 2, 2021, 3:56 PM IST

Updated : Aug 2, 2021, 7:13 PM IST

  • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા આવ્યો ઈ-રૂપી
  • પીએમ મોદી પ્રીપેડ ઇલેક્ટ્રોનિક વાઉચર પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરશે
  • ઇન્ટરનેટ અથવા પેમેન્ટ એપ્સ વિશે જાણતાં ન હોય કે ઉપયોગ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકાય

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે પ્રીપેડ ઇલેક્ટ્રોનિક વાઉચર પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરી. તે સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવેલ 'સોડેક્સો કૂપન' જેવું કાર્ય કરે છે જેથી તેઓ ઇન્ટરનેટ અથવા પેમેન્ટ એપ્સ વિશે જાણતાં ન હોય કે ઉપયોગ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકે.

Prepaid electronic voucher payment solution-ઈ-રૂપી ખાનગી ક્ષેત્રના ઉપયોગ માટે ખુલ્લું છે અને તે તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર સરકારના વિવિધ વિભાગોના સહયોગથી વિકસાવવામાં આવી છે.

તમારે ઈ-રૂપી વિશે આ જાણવાની જરૂર છે

ઇ-રૂપી ડિજિટલ ચૂકવણી માટે કેશલેસ અને સંપર્કરહિત સાધન છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે, જે લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે.

આ સીમલેસ વન-ટાઇમ પેમેન્ટ મિકેનિઝમના વપરાશકર્તાઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ વિના સર્વિસ પ્રોવાઇડર પર વાઉચર રિડીમ કરી શકશે.

તે કોઈપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ સાથે જોડે છે.

તે એ પણ સુનિશ્ચિત કરે છે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી કરવામાં આવે.

પ્રી-પેઇડ હોવાથી, તે કોઈપણ મધ્યસ્થીની સંડોવણી વિના સેવા પ્રદાતાને સમયસર ચૂકવણીની ખાતરી આપે છે.

તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસિડી વગેરે હેઠળ દવાઓ અને પોષણ સહાય પૂરી પાડતી યોજનાઓ હેઠળ સેવાઓ પહોંચાડવા માટે પણ થઈ શકે છે.

સરકારના જણાવ્યા મુજબ ખાનગી ક્ષેત્ર તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે.

તે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Assam-Mizoram Border વિવાદ અંગે આજે આસામના તમામ સાંસદો PM Modiને મળશે

આ પણ વાંચોઃ ઓલિમ્પિક્સમાં દીકરીઓના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ભારતની ઉજવણી, અભિનંદનનો વરસાદ

Last Updated : Aug 2, 2021, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details