નવી દિલ્હી: કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron variant in the World)ની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. જ્યારે તેને પહોંચી વળવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ડેલ્ટાક્રોન (Deltacron Variant In The World) નામના વધુ એક વેરિયન્ટે ચિંતા વધારી છે. તે સાયપ્રસ (deltacron in cyprus)માં જોવા મળ્યો છે. જો કે આરોગ્ય નિષ્ણાતો સહમત છે કે, ગભરાવાની જરૂર નથી. ETV ભારત સાથે વાત કરતા ભૂતપૂર્વ IMA સભ્ય ડૉ. વિનય કે. અગ્રવાલે કહ્યું કે, આપણી મોટાભાગની વસ્તીને રસી આપવામાં આવી છે, તેમનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. તેથી ગભરાટ જેવી સ્થિતિ નથી. તેમણે એમ પણ કહ્યું કે, કોવિડનો સામનો કરવા માટે આપણે જે પણ પ્રોટોકોલ બનાવ્યા છે, આપણે તેનું પાલન કરતા રહેવાની જરૂર છે.
ડેલ્ટાક્રોનના 25 કેસ GISAIDને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા
ડૉ. અગ્રવાલે કહ્યું કે, ડેલ્ટાક્રોન કેટલો ઘાતક છે તેની સંપૂર્ણ માહિતી બહાર આવી નથી, પરંતુ અત્યાર સુધીની માહિતી અનુસાર, કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient In The World) સૌથી ઘાતક રહ્યું છે, જ્યારે ઓમિક્રોન વધુ ચેપી છે. ઉલ્લેખનીય છે કે, સાયપ્રસના એક સંશોધકે ડેલ્ટાક્રોન વેરિયન્ટની શોધ કરી છે. તેણે ડેલ્ટા અને ઓમિક્રોનને જોડીને તેનું નામ આપ્યું છે. આ SARS-Covidનું સૌથી તાજેતરનું સ્વરૂપ છે. ડેલ્ટાક્રોનના 25 કેસ GISAIDને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સંસ્થા કોવિડ વાયરસ સંબંધિત સંપૂર્ણ માહિતીને ટ્રેક કરે છે. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ડેલ્ટાક્રોનને લઈને કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય (Experts About Deltacron) શેર કર્યા છે. તેમણે આ અંગે જાહેર આરોગ્ય માટે કોઈ ખતરો ગણાવ્યું નથી.
ઓમિક્રોન પહેલા IHU વેરિયન્ટ પણ ચર્ચામાં રહ્યું
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડેલ્ટાક્રોન (WHO On Deltacron) જેવું નામ નથી આપ્યું. તેનું ઔપચારિક નામકરણ બાકી છે. અગાઉ તેને ડેલ્મિક્રોન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઓમિક્રોન પહેલા IHU વેરિયન્ટ પણ ચર્ચામાં રહ્યું છે. તેને નવેમ્બર મહિનામાં ટ્રેસ કરવામાં આવ્યું હતું. તેમ છતાં IHU ઓમિક્રોનની માફક ફેલાયો નથી. IHU વેરિયન્ટ ફ્રાન્સ (IHU Variant In France)માં જોવા મળ્યું હતું. મેડરેક્સિવ નામના મેગેઝિનના રિપોર્ટ અનુસાર, IHUની ગંભીરતા પર અભ્યાસ ચાલી રહ્યો છે. તે ખૂબ ઝડપથી ફેલાતું નથી.
હજુ પણ નવા વેરિયન્ટ આવી શકે છે
એશિયન સોસાયટી ઑફ ઇમર્જન્સી મેડિસિનના ડૉ. તમોરિશ કોલી પણ એવું જ માને છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીના સંજોગો દર્શાવે છે કે ડેલ્ટાક્રોન બહુ ઝડપથી ફેલાતો નથી. ડૉ. કોલીએ કહ્યું કે, નવો પ્રકાર પાછો આવી શકે છે અને તે પહેલા કરતાં વધુ ચેપી હોઈ શકે છે. અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી, તેથી તમે લોકો સાવચેત રહો, આ શ્રેષ્ઠ ઉપાય છે.