ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખબરની અસર: રાહુલ ગાંધીએ 'રસીકરણ કેન્દ્ર બજેટ'ના સમાચારોને ટ્વીટ કર્યા

કેન્દ્ર સરકારે 35 હજાર કરોડમાંથી રસીકરણ માટે માત્ર 4,744 કરોડ ખર્ચ કર્યા છે. જ્યારે ETV Bharat એ આ સમાચાર ચલાવ્યા, ત્યારે તેને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ દોટાસરા, અશોક ચંદના, મહેશ જોશીના સહિતે ટ્વીટ કર્યું હતું.

રાહુલ ગાંધીએ રસીકરણ કેન્દ્રના બજેટના સમાચારોને ટ્વીટ કર્યા
રાહુલ ગાંધીએ રસીકરણ કેન્દ્રના બજેટના સમાચારોને ટ્વીટ કર્યા

By

Published : May 9, 2021, 9:47 AM IST

  • કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ એકમાત્ર માર્ગ માનવામાં આવે છે
  • અત્યાર સુધીમાં રસીકરણ માટે ફક્ત 4,744 કરોડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે
  • દેશમાં કોરોનની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે

જયપુર: દેશમાં કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ એકમાત્ર માર્ગ માનવામાં આવી રહ્યો છે. પરંતુ રસીકરણ માટે રાખવામાં આવેલા 35,000 કરોડમાંથી, કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં ફક્ત 4,744 કરોડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જોડાયેલી ETV Bharatના સમાચારોની દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃનોટબંધી દરમિયાન કાળું નાણું સફેદ કરવા મામલે ભાજપના નેતાએ ટ્વિટ કર્યું, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનું રિ-ટ્વીટ

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ETV Bharatના આ સમાચારને ટ્વિટ કર્યા, ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા, રમત પ્રધાન અશોક ચંદના અને ચીફ વ્હિપ મહેશ જોશી સહિતના સેંકડો નેતાઓએ આ સમાચારને રીટ્વિટ કર્યા છે.

રસીકરણ કેન્દ્રના બજેટના સમાચાર અંગે રાહુલ ગાંધીએ કરી ટ્વીટ

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કર્યું રીટ્વીટ

હકીકતમાં, દેશમાં કોરોનની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. બીજી બાજુ આ મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો વેક્સિનેશન માનવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતમાં વેક્સિનેશનની ગતિ કોઈથી છુપાયેલી નથી.

આ પણ વાંચોઃમિત્ર મોદી સાથે મુલાકાત સારી રહી, ટ્રમ્પે મુલાકાત બાદ ટ્વીટ કર્યું

બજેટમાં ભારત સરકારે 35,000 કરોડ રૂપિયા દેશના લોકોના રસીકરણ માટે મૂક્યા હતા

બજેટમાં ભારત સરકારે 35,000 કરોડ રૂપિયા દેશના લોકોના રસીકરણ માટે મૂક્યા હતા. પરંતુ વાસ્તવિકતા સામે આવી છે કે, તે 35,000 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધી કેન્દ્ર સરકારે રસીકરણ કાર્યક્રમમાં માત્ર 4,744 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details