ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, ભાજપ કરશે પ્રચંડ પ્રચાર. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News
Top News

By

Published : Nov 18, 2022, 5:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

1) કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, ભાજપ કરશે પ્રચંડ પ્રચાર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાનીચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી લીધી છે. ત્યારે ભાજપ દ્વારા મહાચૂંટણી અભિયાન(election campaign) શરૂ કરવામાં આવશે. ભાજપના કેન્દ્રીય નેતાઓ અને મુખ્યપ્રધાન(BJP central leaders and Chief Minister) પ્રચારમાં ભાગ લેશે. શુક્રવારથી ત્રણ દિવસ સુધી અલગ અલગ રાજ્યના મુખ્યપ્રધાનો અને ગુજરાતના સિનિયર નેતાઓ પ્રચાર કરશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

1) હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ટિકીટ મળે તો શું છે માન્યતા જૂઓ

રાજકોટ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે પહેલા ચરણમાં મતદાનના ગણતરીના જ દિવસો ( First Phase Voting in Gujarat )બાકી છે. એવામાં તમામ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )ઉપર ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ ( BJP Woman Candidate Dr Darshita Shah ) આપવામાં આવી છે. એવામાં રાજકોટ પશ્ચિમ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી પણ પ્રથમ વખત અહીંથી જ ચૂંટણી લડ્યા હતાં અને ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતાં. ત્યારે જાણીએ રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠકનો ઇતિહાસ. Click Here

2)દહેગામ બેઠક ટિકિટ માટે કરોડની માગણીનો કામિનીબા રાઠોડનો આક્ષેપ, કોંગ્રેસે પ્રતિક્રિયામાં શું કહ્યું સાંભળો

ગાંધીનગરગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં કોંગ્રેસે પૈસાના જોરે ટિકિટ વહેચણી કરી હોવાનો આક્ષેપ થયો છે. ગાંધીનગરના દહેગામ વિધાનસભા બેઠક( Dahegam Assembly Seat ) ના કોંગ્રેસના દાવેદાર કામિનીબા રાઠોડે ( Kaminiba Rathod )મીડિયામાં નિવેદન આપીને સમગ્ર ગુજરાતની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેઓએ દહેગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાં દાવેદારી કરીને કોંગ્રેસ ઉપર અનેક પ્રકારના આક્ષેપ પણ કર્યા છે. Click Here

3) હાઈકોર્ટમાં ઝુલતા પુલ દુર્ઘટના મામલે સુનાવણી, CEOને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા કર્યો આદેશ

મોરબી:ઝુલતા પુલ દુર્ઘટના મામલે (In the case of Morbi suspension bridge accident) હાઇકોર્ટ દાખલ કરાયેલી સુઓમોટો PILમાં આજે મોરબી નગરપાલિકાએ (Morbi Municipality) સોગંદનામું રજૂ કરીને ઘટનાની જવાબદારી સ્વીકારી છે.સોગંદનામામાં કહ્યું છે કે, આ બ્રિજ જ નહોતો ખોલવો જોઈતો.હાઈકોર્ટે પાલિકાના પ્રમુખને આગામી સુનાવણીની તારીખ 24મી નવેમ્બરે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. Click Here

4) અદ્રશ્ય થયેલા AAPના ઉમેદવારે માગી પોલીસ સુરક્ષા, કમિશનરને લખ્યો પત્ર

સુરતચૂંટણી પહેલા (Gujarat Election 2022) રાજકીય પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. તેવામાં સુરતની પૂર્વ વિધાનસભા બેઠક (Surat East Assembly seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (aap candidate kanchan jariwala) નોમિનેશન પરત ખેંચી લીધું છે. તેઓ મંગળવારે રાતથી જ ગાયબ થઈ ગયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ તેમનું અપહરણ થયું હોવાનો દાવો કર્યો હતો. ત્યારે સમગ્ર શહેરમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. Click Here

  • સુખીભવ:
  1. WhatsAppએ પ્રોફાઈલ ફોટો સંબંધિત એક નવું ફીચર બહાર પાડ્યું

સાન ફ્રાન્સિસ્કો: WhatsAppએ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે એક નવી સુવિધા રજૂ કરી (whatsapp new feature) છે. જે યુઝર્ષને ડેસ્કટોપ પર ગ્રુપ ચેટ્સમાં પ્રોફાઇલ ફોટા (View profile photos within WhatsApp group chats) જોવાની મંજૂરી આપશે. Wabatinfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર યુઝર્સને એવા ગ્રુપ મેમ્બર્સને ઓળખવામાં મદદ કરશે કે, જેમનો ફોન નંબર નથી અથવા જેનું નામ સમાન છે. Click Here

For All Latest Updates

TAGGED:

top news

ABOUT THE AUTHOR

...view details