નવી દિલ્હીઃ દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં પ્રદૂષણની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. (Pollution emergency like situation in Delhi)એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)નું સ્તર 450 પર પહોંચી ગયું છે. આ પછી, ગુરુવારે, દિલ્હી સરકારે બેઠક કરી અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-4) લાગુ કર્યો છે.
50% કર્મચારીઓ:સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,"વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ટ્રક અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ PNG વગરના તમામ ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી કચેરીમાં માત્ર 50% કર્મચારીઓ જ આવશે."
આ આદેશો જારી કરવામાં આવ્યા હતા...
- દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી અથવા આવશ્યક સેવાઓ પૂરી પાડતી ટ્રકો અને તમામ સીએનજી, ઇલેક્ટ્રિક ટ્રક સિવાય દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ બંધ રહેશે.
- દિલ્હીમાં નોંધાયેલા ડીઝલ સંચાલિત મધ્યમ માલસામાન વાહનો (MGVs) અને હેવી ગુડ્ઝ વ્હીકલ (HGVs)ના સંચાલન પર પ્રતિબંધ રહેશે. અહીં આવશ્યક ચીજવસ્તુઓ વહન કરનારા અને આવશ્યક સેવાઓ પ્રદાન કરનારાઓને પણ મુક્તિ આપવામાં આવશે.
- 4-વ્હીલર ડીઝલ એલએમવીએસના સંચાલન પર દિલ્હી અને દિલ્હીની સરહદે આવેલા એનસીઆરના જિલ્લાઓમાં BS-VI વાહનો સિવાય, આવશ્યક અને કટોકટીની સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હાઈવે, ફ્લાયઓવર, વીજળી અને પાઈપલાઈન જેવા વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં બાંધકામ પર પ્રતિબંધ.
- દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ વચ્ચે કેન્દ્ર, રાજ્ય સરકારો તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લઈ શકે છે.
- એનસીઆરમાં એવા તમામ ઉદ્યોગોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે સ્વચ્છ ઇંધણ પર કાર્યરત નથી.
- સરકારે રાજ્યની શાળાઓ બંધ કરવા, બિન-ઇમરજન્સી વ્યવસાયિક પ્રવૃત્તિઓ, વાહનો માટે ઓડ-ઇવન યોજના અંગે નિર્ણય લેવો જોઈએ.
ધુમ્મસની ચાદર: દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆરના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે. ઘણા વિસ્તારોમાં, રેડ ઝોન (રેડ ઝોન 300-400 AQI) અને ડાર્ક રેડ ઝોન (400-500 AQI) માં એર ક્વોલિટી ઈન્ડેક્સ સ્તર નોંધવામાં આવ્યું છે. સવારે NCRના ઘણા વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પણ જોવા મળી છે. પ્રદૂષણમાં વધારો થવાને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ 400થી વધુ છે ત્યાં લોકો આંખોમાં જલન અનુભવી રહ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે.