શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની(ENCOUNTER IN SIDHRA AREA IN JAMMU KASHMIR ) અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાની પુષ્ટિ કરતા એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) જમ્મુ ઝોન મુકેશ સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા - એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં આતંકવાદીઓ અને (ENCOUNTER IN SIDHRA AREA IN JAMMU KASHMIR )સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા
જવાનો પર ગોળીબાર:ADGP મુકેશ સિંહે કહ્યું, "અમે એક ટ્રકની અસામાન્ય ગતિ જોઈ(JAMMU KASHMIR ) અને તેનો પીછો કર્યો હતો. ટ્રકને જમ્મુના સિધ્રા ખાતે રોકવામાં આવી હતી, જ્યાંથી ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકની તલાશી લેવામાં આવી ત્યારે અંદર છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો." જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી બંને પક્ષે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.