કિવયુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. રશિયા પર સતત હુમલાથઈ રહ્યા છે. ત્યાંની બગડતી પરિસ્થિતિને જોતા ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે તારીખ 19 ઓક્ટોબરે ભારતીય દૂતાવાસે (embassy of india) એક એડવાઈઝરીજાહેર કરીને કહ્યું કે ભારતના નાગરિકોને યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપી છે.
માર્શલ લોની જાહેરાતબુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર પ્રદેશોમાં માર્શલ લોની જાહેરાત કરી હતી. આ વિસ્તારો લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસન છે, જે ગેરકાયદેસર રીતે રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. માર્શલ લોની ઘોષણા પછી, રશિયાના તમામ પ્રદેશોના વડાઓને વધારાની કટોકટીની સત્તાઓ મળી છે.
વ્લાદિમીર પુતિને શું કહ્યું?વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન કહ્યું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર વિષયોમાં માર્શલ લો લાગુ કરવાના હુકમનામું પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી ક્રેમલિને એક હુકમનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુરુવારની શરૂઆતથી પ્રદેશોમાં માર્શલ લો લાગુ કરવામાં આવશે.
યુક્રેન પર હુમલાતાજેતરમાં રશિયા દ્વારા પણ યુક્રેન (Russia Ukraine War) પર હુમલા તેજ કરવામાં આવ્યા છે. સોમવારે તારીખ 17 ઓક્ટોબર જ યુક્રેનના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેન વતી કહેવામાં આવ્યું હતું કે ડ્રોન હુમલામાં છ લોકોના મોત થયા છે. જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 10 ઓક્ટોબરે રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા.