- ચમોલીમાં પ્રકૃતિએ ફરી એકવાર તબાહી મચાવી
- ચીન- તિબેટ સરહદ પર સુમનામાં હિમપ્રપાત થયો હતો
- આ ઘટનામાં BROનાં કેમ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા
ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં પ્રકૃતિએ ફરી એકવાર તબાહી મચાવી દીધી છે. ચમોલી તપોવનના વરસાદી પ્રદેશ પછી, નીતિ ખીણની ચીન- તિબેટ સરહદ પર સુમનામાં હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં BROનાં કેમ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા.
બચાવ- રાહત કાર્ય આજે રવિવારે પણ ચાલુ રહેશે
23 એપ્રિલના રોજ આ હિમપ્રપાતની ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે. ઘટના સ્થળે BROના મજૂર શિબિરમાં 402 લોકો હતા. આ ઘટનામાં 8 લોકો હજુ લાપતા છે, જેના માટે રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ઘટનામાં 384 લોકોનો બચાવ થયો છે. તો સાથે સાથે ભારતીય સેનાના ચીતા હેલિકોપ્ટરની મદદ પણ બચાવ માટે લેવામાં આવી રહી છે અને બચાવ- રાહત કાર્ય આજે રવિવારે પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો :ઉત્તરાખંડમાં BRO કેમ્પ હિમપ્રપાતની ઝપેટમાં, 384 મજૂરોને બચાવાયા, 8 મૃતદેહ મળ્યા