ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબના ઘરે EDના દરોડા

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબના સાત સ્થળો પર EDએ દરોડા પાડ્યા (ED raid maharastra Transport Minister Anil Parab) છે. કહેવાય છે કે દાપોલી રિસોર્ટ સંબંધિત કેસમાં EDએ દરોડા (ED Raid in Maharashtra) પાડ્યા છે.

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબના ઘરે EDના દરોડા
મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબના ઘરે EDના દરોડા

By

Published : May 26, 2022, 11:24 AM IST

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેના નેતા અનિલ પરબના સત્તાવાર અને અંગત (ED raid maharastra Transport Minister Anil Parab) નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ મામલો દાપોલી રિસોર્ટ સાથે જોડાયેલો છે. ઈડીએ આ કેસમાં આરોપી અનિલ પરબ વિરુદ્ધ નવો કેસ પણ નોંધ્યો છે. અનિલ પરબ સંબંધિત 7 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:8 વર્ષની ઉંમરે 25 ભાષા સીખી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ત્રણ વખત શિવસેનાના ધારાસભ્ય: 56 વર્ષીય પરબ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ત્રણ વખત શિવસેનાના ધારાસભ્ય છે. ડિસેમ્બર 2019 માં શિવસેનાના વડા, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમને રાજ્ય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. વ્યવસાયે વકીલ પરબ ઠાકરે પરિવારના નજીકના ગણાય છે. તેમની આક્રમક રાજકીય શૈલી માટે જાણીતા પરબ પક્ષના કાયદાકીય મુદ્દાઓ પણ સંભાળે છે.

આ પણ વાંચો:PM મોદી ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના વાર્ષિક દિવસની ઉજવણીમાં આપશે હાજરી

ABOUT THE AUTHOR

...view details