કોલકાત્તા: પશ્ચિમ બંગાળના બહુચર્ચીત રાશન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બોનગાંવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકર આધ્યાની ધરપકડ કરી છે.
ED arrests Shankar Aadhya: પશ્ચિમ બંગળા રાશન કૌભાંડ, ઈડીએ નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષની કરી ધરપકડ - પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના બહુચર્ચીત રાશન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બોનગાંવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકર આધ્યાની ધરપકડ કરી છે.
Published : Jan 6, 2024, 11:57 AM IST
|Updated : Jan 6, 2024, 1:04 PM IST
શંકર આધ્યાની ઈડી દ્વારા ધરપકડ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે બોનગાંવ નગરપાલિકાના અધ્યક્ષ શંકર આધ્યાની રાશન કૌભાંડમાં 17 કલાકની લાંબી પુછપરછ અને તપાસ બાદ ધરપકડ કરી હતી. તેમને બપોરે 12.32 કલાકે તેના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. શુક્રવારે સવારે 7.30 વાગ્યે EDની દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી જે રાતના 12.15 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
TMCના નેતાઓ સામે કાર્યવાહી: શુક્રવારે સંદેશખાલીમાં ટીએમસીના વરિષ્ઠ નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ પહેલા તપાસ એજન્સીના અધિકારીઓને તેમના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દરોડા દરમિયાન શેખના સમર્થકો દ્વારા તપાસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આ ઘટનાની નિંદા કરી છે. શુક્રવારે પીડિત ED અધિકારીઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી.જો કે, તપાસ એજન્સીના અધિકારીઓ આધ્યાના સમર્થકોના નિશાના પર હતા. રસ્તામાં તેઈડીના અધિકારીઓ ઉપરા ખતરનાક સામગ્રીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને CRPF જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરતા પહેલા તેમની કાર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આધ્યાને કોલકાતાના સોલ્ટ લેકના CGO કોમ્પ્લેક્સમાં લાવવામાં આવ્યાં હતા. જોકે, આધ્યાની પત્નીએ તેના પતિની ધરપકડ પાછળ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, 'અમે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ પરંતુ ધરપકડથી ગભરાઈ ગયાં છીએ.'