- આખરે 2 વર્ષ પછી સોના-ચાંદીના વેપારીઓને આ વર્ષે દિવાળી પર ખૂબ જ સારો ફાયદો થયો
- આ વર્ષે દિવાળી પર 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે
- ગ્રાહકો ખરીદી કરવા બજારમાં ઉમટ્યા હોવાથી 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવામાં મદદ મળી: CAIT
નવી દિલ્હીઃ દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. આવું કહેવું છે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું. CAITએ કહ્યું હતું કે, લોકો તહેવારો પર ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવામાં મદદ મળી હતી, જે દિવાળીના પ્રસંગે છેલ્લા 10 વર્ષમાં એક રેકોર્ડબ્રેક વેપારનો આંકડો (Record break Sale) છે. CAIT લગભગ 7 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો-Stock Market : શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ તેજીના આશાવાદ સાથે થયા, સેન્સેક્સ 295 પોઈન્ટ વધ્યો
2 વર્ષથી ચાલી રહેલી આર્થિક મંદી પર લાગ્યું પૂર્ણવિરામ
CAITએ કહ્યું હતું કે, આ પ્રકારની ભારી ખરીદીએ વેપારમાં છેલ્લા 2 વર્ષમાં ચાલી રહેલી આર્થિક મંદીને પૂર્ણ કરી દીધી છે. આનાથી નજીકના ભવિષ્યમાં વેપારી સમુદાયની વચ્ચે સારા વ્યવસાયની સંભાવનાઓની આશા જગાડી છે. CAITએ કહ્યું હતું કે, દિવાળીના જબરદસ્ત વેપારથી ઉત્સાહિત દેશભરના વેપારીઓ હવે 14 નવેમ્બરે શરૂ થનારી લગ્નની સિઝનની તૈયારી કરી રહ્યા છે.