ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Disaster: ઉત્તરકાશીના માંડો અને નિરાકોટ ગામમાં ધોધમાર વરસાદથી મોટું નુકસાન - પોલીસ ઈમરજન્સીની તપાસ બચાવ ટીમ

પર્વતોમાં સતત થઈ રહેલા વરસાદ (Rain)થી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે ઉત્તરકાશીમાં ગઈકાલે રાત્રે વરસાદે જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. વરસાદના કારણે માંડો અને નિરાકોટ (Mando and Nirakot)ની ઉપર વાદળ ફાટવાના કારણે હોનારત સર્જાઈ છે, જેમાં જાનહાની પણ થઈ છે.

Disaster: ઉત્તરકાશીના માંડો અને નિરાકોટ ગામમાં ધોધમાર વરસાદથી મોટું નુકસાન
Disaster: ઉત્તરકાશીના માંડો અને નિરાકોટ ગામમાં ધોધમાર વરસાદથી મોટું નુકસાન

By

Published : Jul 19, 2021, 10:22 AM IST

  • ઉત્તરકાશીમાં વરસાદે (Rain) ભારે તબાહી મચાવી
  • વરસાદના કારણે માંડો અને નિરાકોટ ગામમાં (Mando and Nirakot) સર્જાઈ તારાજી
  • બંને ગામમાં ભારે વરસાદના (Rain) કારણે દુર્ઘટના (Disaster) સર્જાતા જાનહાની થઈ

ઉત્તરકાશીઃ જિલ્લામાં ગઈકાલે રાત્રે વરસાદે ભારે તબાહી મચાવી છે. મુશળધાર વરસાદના કારણે માંડો અને નિરાકોટ (Mando and Nirakot)ની ઉપર વાદળ ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઈ ઙતી, જેના કારણે માંડો ગામમાં મોટું નુકસાન થયું છે. અહીં પર 15થી 20 ઘરમાં કાટમાળ ઘુસી ગયો છે. જ્યારે 4થી 5 મકાન જમીનદોસ્ત થઈ ગયા છે. માંડો ગામમાં રેસ્ક્યૂ ટીમે (Rescue Team) 2 મહિલાઓ અને એક બાળકીનો મૃતદેહ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃગુરૂગ્રામમાં 3 માળની ઈમારત ધરાશાયી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું

આ ઘટનાની જાણ થતા જ SDRF અને પોલીસ ઈમરજન્સીની તપાસ બચાવ ટીમ રેસ્ક્યૂ અભિયાન (Rescue Operation) ચલાવી રહી છે. જ્યારે કાટમાળમાંથી એક વૃદ્ધને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભટવાડી વિકાસખંડના કંકરાડી ગામમાં પણ હોનારતના કારણે એક વ્યક્તિ તણાઈ ગયો હોવાની સૂચના છે.

આ પણ વાંચોઃસરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા, ફાયર વિભાગે જહેમત કરીને બચાવ્યા

માંડો અને નિરાકોટમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ દેખાયું

આ અંગે મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે 8 વાગ્યે ઉત્તરકાશી જનપદના માંડો, નિરાકોટ સહિત કંકરાડી ગામમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. માંડો ગામની વચ્ચોવચ આવનારા પાણીના ધોધે તબાહી મચાવી હતી. જ્યારે સૂચના મળવા પર માંડો ગામમાં એસડીએમ ભટવાડી સહિત ઈમરજન્સી મેનેજમેન્ટ અધિકારી અને સીઓ પોલીસ સહિત નગર કોતવાલ સહિત SDRFની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. માંડો ગામમાં 15થી 20 લોકોના ઘરે કાટમાળ ઘુસી ગયો છે.

ગામના લોકોએ એક જ સ્થળે શરણ લીધી

એક તરફ અંધારું અને બીજી તરફ સતત વરસાદના કારણે રેસ્ક્યૂ ટીમ (Rescue Team)ને પણ તપાસ કરવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ નિરાકોટમાં ગામની બંને તરફ ધોધ આવવાના કારણે ગામના લોકો વચ્ચે ફસાઈ ગયા છે અને ગામના લોકો એક સ્થાન પર શરણ લઈ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details