ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ તેમના બાળપણની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે બાળપણની યાદો પણ તાજા કરી હતી અને કહ્યું હતું કે, "કાશ મેં ભી બચ્ચા હોતા" આ તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..
આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..

By

Published : May 11, 2022, 10:39 AM IST

ન્યુઝ ડેસ્ક : હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હજુ પણ ફિલ્મોમાં જોવા મળે છે. આ દિવસોમાં તે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'રોકી અને રોનીની લવ સ્ટોરી'ને લઈને ચર્ચામાં છે. આ સિવાય ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. અભિનેતાએ પોતાની એક બાળપણની જૂની તસવીર શેર કરી છે, જે તસવીર પર તેના ચાહકો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..

બાળપણની યાદો કરી તાજા - હિન્દી સિનેમાના 'હી-મેન' કહેવાતા અભિનેતા ધર્મેન્દ્ર તેમની ફિલ્મો સિવાય તેમના મજબૂત વ્યક્તિત્વ માટે પણ જાણીતા છે. ધર્મેન્દ્રની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટની વાત કરીએ તો તેમાં તેમને પોતાના બાળપણની તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર શેર કરીને ધર્મેન્દ્રએ પોતાના દિલની તમામ વાતો ચાહકો સાથે ખુલ્લી રાખી છે.

તસવીર શેર કરવા પાછળનું કારણ - આ તસવીરને શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું છે કે, કાશ હું બાળક રહી શકું...માતાના ખોળામાંથી...પિતાની બાહુઓ સુધી...પિતાના હાથમાંથી...માતાના ખોળા સુધી...સફર હતી...સફર- ઇ-જન્નત થા'. ધર્મેન્દ્ર વારંવાર પોતાના ફેન્સ સાથે ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આગામી આ ફિલ્મોમાં મળશે જોવા - ધર્મેન્દ્રની આ તસવીર પર ઘણી લાઈક્સ આવી છે અને ચાહકોએ સુંદર કોમેન્ટ્સ પણ કરી છે. આ સિવાય ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલ સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે આ તસવીરને કોમેન્ટ અને લાઈક કરી છે. આ સિવાય ધર્મેન્દ્ર પણ પોતાના વર્કફ્રન્ટ પરથી ફેન્સને અપડેટ કરતા રહે છે. ધર્મેન્દ્રના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મ રોકી અને રાનીની લવ સ્ટોરી સિવાય, તે શાહરૂખ ખાન સ્ટારર રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકીમાં જોવા મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details