નવી દિલ્હી:દિલ્હી-NCRમાં હવામાન ખુશનુમા બની ગયું છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આકાશમાં ગાઢ વાદળો છે. હવામાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 31 મે સુધી દિલ્હી-NCRમાં લોકોને ગરમીથી રાહત મળશે. મહત્તમ તાપમાન 35-38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ અને સાહિબાબાદમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આ વિસ્તારોમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.
પેટર્ન બદલાઈ ગઈ: NCRમાં હવામાન ખુશનુમા બની ગયું છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આકાશમાં ગાઢ વાદળો છે. હવામાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 31 મે સુધી દિલ્હી-NCRમાં લોકોને ગરમીથી રાહત મળશે. મહત્તમ તાપમાન 35-38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ અને સાહિબાબાદમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.
ગાજવીજ સાથે વરસાદ:રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ઘણા વિસ્તારોમાં વીજળી પડી છે. હવામાનમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 40 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હીટવેવ નહીં અનુભવાઈઃ છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીના કારણે છોડ સુકાઈ ગયા હતા.હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે. 30 મે સુધી હીટ વેવની કોઈ શક્યતા નથી. IMDએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂનમાં સમગ્ર ભારતમાં વરસાદ 'સામાન્યથી ઓછો' રહેશે, જેના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા અને ઉત્તર ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. IMD અનુસાર, સમગ્ર ભારતમાં 92 ટકાથી ઓછો વરસાદ પડશે, જે સામાન્ય કરતા ઓછો છે.
ગુજરાતમાં વરસાદની આગાહી:ગઇ કાલે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજના વરસાદ પડ્યો હતો. શુક્રવારે સાંજે હવામાન વિભાગે આગાહી આપી છે, તે અનુસાર તારીખ 28 થી તારીખ 29 મે માં વરસાદ પડી શકે છે.જેને લઇને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડી શકે છે.
- Ahmedabad Rain News : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ વરસવાની શક્યતા
- Gujarat Weather Update : માવઠું થવાની શક્યતા, આંધી વંટોળાનું પ્રમાણ વધુ રહેવાની અંબાલાલ પટેલએ કરી આગાહી
- Hemkund Sahib Yatra: ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રી હેમકુંડ સાહિબની યાત્રા સ્થગિત