- પાકિસ્તાન બેઝ્ડ ટેરર મોડ્યુલના વધુ 3 આતંકવાદીની ધરપકડ
- દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી ધરપકડ
- મંગળવારના 6 આતંકવાદીઓ ઝડપાયા હતા
- તહેવારોની સીઝનમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર
નવી દિલ્હી: પાકિસ્તાન બેઝ્ડ ટેરર મોડ્યુલના 3 આતંકવાદીઓની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બુધવારના ધરપકડ કરી છે. આ ત્રણેય ધરપકડ યુપી એટીએસની મદદથી ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. અત્યારે આ ત્રણેયને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં સમગ્ર ષડયંત્રને લઇને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સમગ્ર ઑપરેશનમાં UP-ATSની મદદ લેવામાં આવી
જાણકારી પ્રમાણે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારના રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઑપરેશનમાં UP-ATSની મદદ પણ લેવામાં આવી હતી. બુધવારના UP-ATSએ 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ રાયબરેલી નિવાસી જમીલ, પ્રયાગરાજ નિવાસી ઇમ્તિયાઝ અને યુપી નિવાસી મોહમ્મદ તાહિર ઉર્ફ મદની તરીકે થઈ છે. આ ત્રણેયને સ્પેશિયલ સેલને સોંપી દેવામાં આવ્યા છે. સ્પેશિયલ તેમની ભૂમિકાને લઇને પૂછપરછ કરી રહી છે.