ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી સરકાર કોવિડ-19ના બેડ અંગે કરશે સમિક્ષા

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સોમવારે દિલ્હીમાં 1904 પોઝિટિવ કેસ આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.77 ટકા હતો. ગઈકાલે હોળી હતી, તેથી ઓછી સંખ્યામાં પરીક્ષણો કરાયા હતા.

આરોગ્ય પ્રધાને માસ્ક પહેરી રાખવાની કરી અપીલ
આરોગ્ય પ્રધાને માસ્ક પહેરી રાખવાની કરી અપીલ

By

Published : Mar 30, 2021, 3:36 PM IST

Updated : Mar 30, 2021, 5:54 PM IST

  • દિલ્હીમાં કોરોના કેસની તેજ રફતાર
  • આરોગ્ય પ્રધાને માસ્ક પહેરી રાખવાની કરી અપીલ
  • બેડની સ્થિતિની મંગળવારેે થશે સમિક્ષા

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે પાટનગર દિલ્હીમાં 1904 પોઝિટિવ કોરોના કેસ સામે આવ્યા છે. નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જોઈને દિલ્હી સરકાર મંગળવારે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમિક્ષા કરશે.

આ પણ વાંચો:દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા

માસ્ક જરૂર પહેરો

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સોમવારે દિલ્હીમાં 1904 પોઝિટિવ કેસ આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.77 ટકા હતો. ગઈકાલે હોળી હતી, તેથી ઓછી સંખ્યામાં પરીક્ષણો કરાયા હતા. રિપોર્ટમાં એવા ઘણા ઓછા કિસ્સા છે કે જે મંગળવારે આવ્યા છે. સમગ્ર દેશમાં દરરોજ આશરે 50 હજાર કેસ આવી રહ્યા છે. દિલ્હીમાં આપણે દરરોજ 80થી 90 હજાર પરીક્ષણો કરીએ છીએ. ગઈકાલે હોળી હતી, તેથી ઓછા પરીક્ષણો થયા છે, જેના કારણે આજે નવા કેસની સંખ્યા ઓછી રહેશે. રાજધાની દિલ્હીમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવા માટે જે જરૂરી છે તે પણ કરી રહ્યા છે. હું લોકોને અપીલ પણ કરવા માંગુ છું કે તેઓએ માસ્ક પહેરવા જ જોઇએ.

આ પણ વાંચો:દિલ્હી કોરોના અપડેટઃ 1606 નવા કેસ, 35 લોકોના મોત

1 અઠવાડિયા રાહ જોવી પડશે

કોરોનાની નવી લહેરને લગતા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, હાલના સમયમાં કોરોનાનો સરખો ટ્રેન્ડ આખા દેશમાં ચાલી રહ્યો છે. એવું નથી કે દિલ્હીમાં તેનો ટ્રેન્ડ જુદો છે. અગાઉ આખા દેશમાં 10 હજારથી ઓછા કેસ આવી રહ્યા હતા. હવે અચાનક આ કેસ 6 ગણો વધી ગયો છે. દિલ્હીમાં પણ આ જ ટ્રેન્ડ છે. તેને લહેર કહેવા માટે આપણે 1 અઠવાડિયાની રાહ જોવી પડશે.
આજે સમિક્ષા કરવામાં આવશે

ખાનગી હોસ્પિટલોમાં ICU બેડની અછતને લગતા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, બેડની સ્થિતિની મંગળવારેે સમિક્ષા કરવામાં આવશે અને તેના માટે જ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં હાલમાં ઘણાં ICU બેડ અને વેન્ટિલેટર ખાલી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટર બેડની તંગી છે. તે મંગળવારે નક્કી કરવામાં આવશે. હાલમાં રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં દિલ્હીના દર્દીઓ અને બહારના રાજ્યોના પણ છે. ગંભીર રીતે બીમાર રહેલા તમામ દર્દીઓ તેમની સારવાર માટે દિલ્હી આવે છે.

Last Updated : Mar 30, 2021, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details