- દિલ્હી સરકારે કરી જાહેરાત
- ઓટો રિક્ષા-ટેક્સીચાલકોને 5,000 રૂપિયા મળશે
- રેશનકાર્ડ ધારકોને આગામી બે મહિના માટે વિના મૂલ્યે રાશન આપશે
નવી દિલ્હી: સરકારે જાહેરાત કરી છે કે, 72 લાખ રેશનકાર્ડ ધારકોને આવતા 2 મહિના સુધી મફત રાશન આપવામાં આવશે તેમજ ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને 5,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 4 મે એ ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: કોરોના વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છેઃ અરવિંદ કેજરીવાલ
ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત
રાજધાની દિલ્હીમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેના કારણે રોજની રોટલી ચલાવતા લોકોને ખૂબ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ જોતા દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, દિલ્હી સરકાર આગામી 2 મહિનામાં દિલ્હીના 72 લાખ રેશનકાર્ડ ધારકોને મફતમાં રેશન આપશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:કેજરીવાલને હાઈકોર્ટેની ફટકાર, કહ્યું- તમે સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કહો, અમે કેન્દ્રને જવાબદારી આપશું
સાથે મળીને કામ કરવાથી જ આપણે કોરોનાને હરાવી શકીશું
મુખ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે, લોકડાઉનને કારણે ઓટો-ટેક્સી ડ્રાઇવરો પણ મુશ્કેલીમાં છે અને તેથી સરકારે નિર્ણય કર્યો છે કે, તેમને પણ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, કોરોનાની બીજી તરંગ જોખમી છે, સાથે મળીને કામ કરવાથી જ આપણે કોરોનાને હરાવી શકીશું. દિલ્હીમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેને કારણે જેઓ રોજી રોટી કામ કરે છે, તેઓ સંકટનો સામનો કરી રહ્યા છે.