દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કોરોનાથી સંક્રમિત (Arvind Kejriwal has corona positive) થયા છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી (Arvind Kejriwal Twitt) આપી છે. તેમણે કહ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના હળવા લક્ષણો છે અને તેને ધ્યાનમાં રાખીને મેં મારી જાતને અલગ કરી દીધી છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને પોતાને અલગ કરી લો. તમારો પણ ટેસ્ટ કરાવો.
કેજરીવાલે સોમવારે દેહરાદૂનમાં યોજી હતી રેલી
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે ઉત્તરાખંડમાં રેલી (Arvind Kejriwal Uttarakhand Rally) યોજી હતી. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં તેમની રેલીમાં ભારે ભીડ હતી. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની દેહરાદૂન રેલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દેહરાદૂનની રેલી વચ્ચેની ટક્કર કહી રહી છે.
કેટલા લોકો સંક્રમિત થયા હશે ?