નવી દિલ્હી: ભારતમાં 15થી 18 વર્ષના બાળકોને એન્ટી-કોરોના વાયરસની રસી (children vaccination) આપવામાં આવી રહી છે, ત્યારે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા (omicron case increase) છે, પરંતુ સારી વાત એ છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant of Corona) પણ એક રીતે કુદરતી રસી તરીકે કામ કરી (Omicron Working As Natural Vaccine) રહ્યો છે, તેમ નિષ્ણાતો માને છે. ઓમિક્રોનની હળવી અસર એ દર્દીઓ માટે વરદાન (Mild-acting Omicron infection) સમાન છે, જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી, તે લોકો ઓમિક્રોનથી સંક્રમિત થાય ત્યારે તેમના શરીરમાં એન્ટિબોડીઝ કુદરતી રીતે ઉત્પન્ન (natural antibody omicron) થાય છે.
ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે
બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.એસ.સી.એલ ગુપ્તા જણાવે છે કે, ઓમિક્રોનના રુપમાં કોરોના એટલો ઘાતક નથી જેટલો ઘાતક નિષ્ણાતોએ વિચાર્યો હતો. સાથેના અમારા ભૂતકાળના અનુભવો સારા રહ્યા નથી, તેથી સ્વાભાવિક રીતે મનમાં થોડો ડર હતો, પરંતુ આ વાયરસની પ્રકૃતિને જોતા લાગે છે કે તે ખતરનાક નથી. ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે. સામાન્ય રીતે, વેક્સિન બનાવવા માટે માત્ર નિષ્ક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે અથવા વાયરસના RNA કાઢવામાં આવે છે. આ વાયરસ શરીરમાં હળવુ ઈન્ફેક્સન લગાવે છે, પછી તે જાતે જ મટી થઈ જાય છે એટલે કે, તે શરીરમાં રસીની જેમ કામ કરે છે અને કુદરતી રીતે એન્ટિબોડીઝ બનાવે છે.
ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે
ડો. ગુપ્તાએ એમ પણ જણાવ્યું કે, ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે, પરંતુ ક્યારે એ ઓમિક્રોન માંથી પોમિક્રોન અથવા ક્રોમિક્રોન બની જાય અને તમને મુશ્કેલી આપવાનું શરૂ કરે તે કહી શકાય નહીં કારણ કે, તેના વિવિધ વેરિઅન્ટની અલગ અલગ અસરો હોઈ શકે છે. આ કિસ્સામાં સાવચેતી રાખવી જરૂરી છે, તેથી હંમેશા કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વેક્સિન લેવી જ જોઈએ.