ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સંક્રમણની નવી દવાને મળી ઇમરજન્સી યુઝ માટે મંજૂરી

DRDOએ કોરોના સંક્રમિત દર્દીઓના ઉપચાર માટે નવી દવા બનાવી છે, જેને DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દવા ટૂંક સમયમાં બજારમાં ઉપલ્બ્ધ થશે.

ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા
ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા

By

Published : May 8, 2021, 6:32 PM IST

  • DRDOએ કોરોના સંક્રમિત દર્દીઓના ઉપચાર માટે નવી દવા બનાવી
  • DCGIએ આ દવાને ઇમજન્સી વપરાશ માટે મંજૂરી આપી મંજૂરી
  • દવા ટૂંક સમયમાં બજારમાં ઉપલ્બ્ધ થશે

નવી દિલ્હી : ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા કોરોના સંક્રમણનો ઉપચાર કરતી દવાને ઇમજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે. આ દવા DRDO દ્વારા બનાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા શનિવારના રોજ જણાવ્યું હતું કે, મો મારફતે લેવાની આ દવા કોરોના સંક્રમિત થયેલા મધ્યમ તેમજ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો -DRDOએ દુશ્મનના મિસાઇલ એટેક સામે નૌકા જહાજોની સુરક્ષા માટે અદ્યતન ચાફ ટેકનોલોજી વિકસાવી

ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી

સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેડીકલ રિસર્ચ દરમિયાન સામે આવ્યું છે કે, 2 ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-DG) દવા હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓ જલદી ઠીક થવામાં મદદ કરવા સાથે વધારાનો ઓક્સિજનની જરૂરિયાતને ઘટાડે છે.

કોરોના સંક્રમણની નવી દવાને મળી ઇમરજન્સી યુઝ માટે મંજૂરી

આ પણ વાંચો -DRDO અધિકારીની કારે 2 લોકોને લીધા હડફેટે, ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવ્યું

2-DG દવા પાઉડર રૂપે પેકેટમાં ઉપલ્બ્ધ

આ દવાને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(DRDO)ની પ્રખ્યાત પ્રયોગશાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ ન્યુક્લિયર મેડીસીન એન્ડ એલાઇડ સાયન્સ(INMAS) હૈદરાબાદના ડૉ. રેડ્ડી લેબોરેટરી સાથે મળીને વિકસિત કરી છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2-DG દવા પાઉડર રૂપે પેકેટમાં ઉપલ્બ્ધ છે, જેને પાણીમાં ઓગાળીને પીવાની હોય છે. 2-ડીજી દવા પાવડરના રૂપમાં એક પેકેટમાં આવે છે, તેને પાણી અને પીણામાં ઓગળવી પડે છે.

આ પણ વાંચો -કોરોનાને કારણે કરોડો લોકો ભૂખમરાથી પીડાઇ રહ્યા છે: અહેવાલ

DRDOની 2-DG દવા વાઇરસ ચેપગ્રસ્ત કોષમાં જમા થાય છે અને વાઇરસનો વિકાસ અટકાવે છે

સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, 1 મેના રોજ DCGIએ કોવિડ 19ના મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે આ દવાના ઇમરજન્સી ઉપયોગને સહાયક પદ્ધતિ તરીકે મંજૂરી આપી હતી. સામાન્ય અણુઓ અને ગ્લુકોઝની સુસંગતતાને કારણે આ દવા દેશમાં મોટી માત્રામાં તૈયાર થઈ શકે છે. 'DRDOની 2-DG દવા વાઇરસ ચેપગ્રસ્ત કોષમાં જમા થાય છે અને વાઇરસનો વિકાસ અટકાવે છે. કોરોના વાઇરસથી સંક્રમિત કોષ પર પસંદગીથી કામ કરવું એ આ દવાને વિશેષ બનાવે છે.

આ પણ વાંચો -WHOએ ચીને બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

દવાઓ વહેલી તકે બજારમાં મળી રહે અને દર્દીઓ સુધી પહોંચે તેવા પ્રયાસો કરાશે

ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS-DRDO) વૈજ્ઞાનિક ડૉ. સુધીર ચંદનાએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2020માં અમે કોવિડ 19 નામની દવા પર એક મહત્વપૂર્ણ કાર્ય શરૂ કર્યું હતું. કોરોના વાઇરસ પર 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ (2-DG)ની અસર શોધવા માટે અમે CCMB, હૈદરાબાદમાં પ્રથમ પ્રયોગ કર્યો હતા. તેના ખૂબ સારા પરિણામો નોંધાયા છે. વૈજ્ઞાનિક ડૉ. અનંત નારાયણે જણાવ્યું હતું કે, DCGIએ અમને ટ્રાયલના ત્રીજા તબક્કા માટે પરવાનગી આપી હતી, જેમાં આ દવા દર્દીઓ પર ખૂબ અસરકારક હોવાનું નોંધાયું હતું. આ ડ્રગ કોવિડના વેરિએટલ્સમાં પણ અસરકારક છે. અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે, આ દવાઓ વહેલી તકે બજારમાં મળી રહે અને દર્દીઓ સુધી પહોંચે.

આ પણ વાંચો -ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં સારવારની ક્ષમતા સુધારવા માટે સરકાર અને DRDO વચ્ચે બેઠક

ABOUT THE AUTHOR

...view details