- બેંગલુરુના ચેન્નહલ્લી સ્થિત જનસેવી વિદ્યા કેન્દ્રમાં પ્રતિનિધિ સભા બેઠકમાં આ નિર્ણય લેવાયો
- સંઘમાં દરેક ત્રણ વર્ષે ચૂંટણી પ્રક્રિયા કરી જિલ્લા સંઘચાલક સહિતના પદો માટે થાય છે ચૂંટણી
- સંઘ જનરલ સેક્રેટરીની ચૂંટણી કર્યા બાદ પોતાની ટીમની જાહેરાત કરે છે
આ પણ વાંચોઃRSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું
બેંગલુરુઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દત્તાત્રેય હોસબલેને નવા જનરલ સેક્રેટરી બનાવ્યા છે. બેંગલુરુના ચેન્નહલ્લી સ્થિત જનસેવી વિદ્યા કેન્દ્રમાં પ્રતિનિધિ સભા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સંઘની પ્રતિનિધિ સભામાં સર્વ સંમતિથી આગામી ત્રણ વર્ષ માટે દત્તાત્રેય હોસબલેને જનરલ સેક્રેટરી બનાવાયા છે. આ પહેલા તેઓ ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃરાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ની સભા 19 અને 20 માર્ચે યોજાશે
દત્તાત્રેય હોસબલે ભૈયાજી જોશીની જગ્યા લેશે
બેંગુલુરુમાં ચાલી રહેલી RSSની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં આ નિર્ણય લેવાયો હતો. તેઓ સંઘમાં ભૈયાજી જોશીની જગ્યા લેશે. 73 વર્ષીય ભૈયાજી જોશી ચાર વખત જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સંઘમાં દરેક ત્રણ વર્ષે ચૂંટણી પ્રક્રિયા કરી જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘ ચાલક, પ્રાન્ત સંઘ ચાલક, ક્ષેત્ર સંઘ ચાલકની સાથે સાથે જનરલ સેક્રેટરીની ચૂંટણી થાય છે. ત્યારબાદ તેઓ પોતાની ટીમની જાહેરાત કરે છે, જે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરે છે. સંઘની મોટી વાર્ષિક બેઠકમાં દત્તાત્રેય હોસબલેને આગામી જનરલ સેક્રેટરી માટે પસંદ કરવામાં આવ્યા છે. દત્તાત્રેય હોસબલે કર્ણાયકના શિમોગાના છે.