ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચરણજિત સિંહ ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપી શુભેચ્છા

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફાર થયા છે. ત્યારે આજે રાજ્યના દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીએ નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ પંજાબના નવા મુખ્યપ્રધાનને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન તરીકે ચરણજિત સિંહ ચન્નીની પસંદગી કરવામાં આવી હતી.

દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપી શુભેચ્છા
દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપી શુભેચ્છા

By

Published : Sep 20, 2021, 12:07 PM IST

  • પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફાર થયા છે
  • રાજ્યના દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીએ આજે નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા
  • કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું

ચંદીગઢ/નવી દિલ્હીઃ દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીએ આજે પંજાબના મુખ્યપ્રધાનના પદના શપથ ગ્રહણ ક્રયા છે. રાજ્યના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સુનીલ ઝાખડ, નવજોત સિંહ સિદ્ધુ સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-બ્રહ્મ મહિન્દ્રા અને સુખજિંદર રંધાવાએ ડેપ્યુટી CM તરીકેમાં લીધા શપથ

કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા પછી ચરણજિત સિંહને બનાવાયા મુખ્યપ્રધાન

પંજાબમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદ અને અમરિન્દર સિંહના રાજીનામા પછી વરિષ્ઠ દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીને રવિવારે પાર્ટી ધારાસભ્ય દળના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 58 વર્ષીય ચન્ની પંજાબના પહેલા દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે.

આ પણ વાંચો-2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે

નવજોત સિંહ સિદ્ધુ અને હરિશ રાવત સાથે રાજ્યપાલને મળવા ગયા હતા ચન્ની

આપને જણાવી દઈએ તે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા પછી ચન્ની પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને પ્રદેશ પ્રભારી હરિશ રાવતે રાજભવન પહોંચીને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા અમરિન્દર સિંહ, મનીષ તિવારી અને પાર્ટીના અનેક નેતાઓએ ચન્નીને શુભેચ્છા આપી હતી. અમરિન્દર સિંહે આશા વ્યક્ત કરી હતી કે, તેઓ સીમાન્ત રાજ્ય પંજાબ અને લોકોની સુરક્ષા કરી શકશે.

ચન્ની વર્ષ 2007માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા

ચન્ની દલિત શિખ (રામદસિયા શિખ) સમુદાયથી આવે છે અને અમરિન્દર સરકારમાં ટેક્નિકલ શિક્ષણ પ્રધાન હતા. તે રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે. આ ક્ષેત્રથી વર્ષ 2007માં પહેલી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ સતત જીત મેળવતા રહ્યા હતા. તેઓ શિરોમણી અકાલી દળ-ભાજપ ગઠબંધનના શાસનકાળમાં વર્ષ 2015-16માં વિધાનસભાના નેતા પ્રતિપક્ષ પણ હતા.

વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા ચન્નીને મુખ્યપ્રધાન બનાવીને કોંગ્રેસ સામાજિક સમીકરણો સાધવાના પ્રયાસમાં છે. રાજ્યમાં 30 ટકાથી વધુ દલિત વસતી છે. કોંગ્રેસનું આ પગલું મહત્ત્વનું છે કે, ભાજપે પહેલા કહ્યું હતું કે, પંજાબમાં તેમની સરકાર બનવા પર દલિતને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. બસપાની સાથે ગઠબંધન કરનારા શિરોમણી અકાલી દળના દલિત નાયબ મુખ્યપ્રધાન બનાવવાનું વચન કર્યું છે. આમ આદમી પાર્ટી પણ દલિત સમુદાયને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે.

ધારાસભ્યોની વારંવાર બેઠક બોલાવવાથી અમરિન્દર સિંહને અપમાન જેવું લાગતું હતું

અમરિન્દર સિંહે શનિવારે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે, ધારાસભ્યોની વારંવાર બેઠક બોલાવવાથી તેમને અપમાન જેવું લાગતું હતું. ત્યારબાદ તેમણે આ પગલું લીધું છે. જોકે, રાજીનામા આપતા પહેલા અમરિન્દર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને વર્તમાન રાજકીય ઘટનાક્રમ અંગે પીડા વ્યક્ત કરી હતી અને એ વાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી કે, આ ઘટનાક્રમોથી રાજ્યમાં અસ્થિરતા આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details