ચેન્નાઈ:ચેન્નાઈ સીઝન સાયન્સ સેન્ટરે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ મધ્યમ વરસાદ, વાવાઝોડું અને વીજ પુરવઠાને લઈને આગાહી કરી છે. પ્રાદેશિક કેન્દ્રએ એક જાહેર વિજ્ઞપ્તીમાં જણાવ્યું છે કે, તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ અને વેલ્લોર જિલ્લામાં મધ્યમ વરસાદ સાથે હળવું ચક્રવાત અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તમિલનાડુના તિરુપત્તુર, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ અને કન્યાકુમારી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પર પણ આ અંગેની આગાહી વ્યક્ત કરી છે.
ચક્રવાત મિચોંગ, જે બંગાળની ખાડીના પશ્ચિમ કિનારે, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકિનારા પર કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ગંભીર ચક્રવાત મંગળવારે સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચેના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સોમવારે ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પૂછપરછ કરી હતી. સાથે જ રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અને વાવાઝોડાની તાત્કાલિક અસરને પહોંચી વળવા માટે રાજ્યની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ શેખર બાબુ, કેએન નેહરુ અને ઇવી વેલુ અને ડીએમકેના ધારાસભ્યો ડૉ. એઝિલન, કરુણાનિધિ, ઇ પરંદમન અને એસ અરવિંદ રમેશને પણ ટેલિફોન કરીને રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા નાગરિકોને આપવામાં આવતું ભોજન અને અન્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. ચક્રવાતી તોફાન મિચોંગની અસર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ વાવાઝોડું મંગળવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. નીચાણવાળા વિસ્તારો અને ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે તંત્રના કામદારો ભરાયેલા વરસાદી પાણીને કાઢવામાં વ્યસ્ત છે. ગુદુરના ઘણા વિસ્તારોમાં ભારે પવનની સાથે મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ હતી.
આંધ્રપ્રદેશના વેંકટગિરીથી નેલ્લોર જઈ રહેલ એક પરિવાર પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ ગયો હતો. NDIF એ તામિલનાડુના મંગડુ, તિરુવલ્લુરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતર કામગીરી હાથ ધરી હતી અને લોકોને આશ્રય ગૃહોમાં પણ ખસેડ્યા હતા.
આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર બનેલો પિચાટૂર ડેમ પોતાની સંપૂર્ણ ક્ષમતા 281 ફૂટથી થોડો જ ઓછો 277 ફૂટ સુધી પહોંચી ગયો છે. અરણી નદીમાં ત્રણ હજાર ઘનફૂટ પાણી છોડવામાં આવ્યું છે. તિરુવલ્લુર જિલ્લા પ્રશાસને અરણી નદીને લઈને તમિલનાડુ માર્ગ પર ઉથુકોટ્ટાઈ પનાપ્પક્કમ, પેરિયાપલયમ, અરાની, પોનેરી સહિત 50 ગામો માટે પૂરની ચેતવણી જાહેર કરી છે. પાણી વધુ વધવાની સંભાવના હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. પાટા પર પાણી જમા થવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન પર તમામ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
- અમિત શાહે ચક્રવાત મિચોંગને લઈને તમિલનાડુ, આંધ્ર અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
- ચેન્નાઈથી 90 કિમી દૂર વાવાઝોડું 'મિચોંગ', 120થી વધુ ટ્રેનો રદ, પાણી ભરાઈ જતાં એરપોર્ટ બંધ