બર્મિંગહામ: ભારતીય પુરૂષ હોકી ટીમ આજે સોમવારે કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલ રમવા માટે મેદાનમાં ઉતરી ગઇ છે. તે આ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સક્ષમ ગણવામાં આવી રહી છે. ભારતે અત્યાર સુધી છ કોમનવેલ્થ ગેમ્સમાંથી એકપણમાં ગોલ્ડ જીત્યો નથી. 1998માં આ ગેમ્સમાં હોકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ભારતે 2010 અને 2014માં સિલ્વર મેડલ જીત્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તમામ છ ગોલ્ડ મેડલ જીત્યા છે.
CWG 2022: ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે દાવેદાર
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય પુરુષ હોકી ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચ રમી રહી છે. આ મેચનો મુકાબલો સાંજે 5 વાગ્યાના શરૂ પણ થઇ ગયો છે. ભારતની ટીમને ગોલ્ડ મેડલ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
ભારત માટે ટાઇટલ જીતવું આસાન નથી - ભારત માટે ઓસ્ટ્રેલિયાને હરાવી ટાઈટલ જીતવું આસાન નહીં હોય અને આ માટે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જોકે 41 વર્ષ બાદ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ભારતનું સિલ્વર નિશ્ચિત છે. મનપ્રીત સિંહની ટીમ આ તક ગુમાવવા માંગશે નહીં. ભારતે દક્ષિણ આફ્રિકાને અને ઓસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને 3-2થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ભારતીય ટીમ જીતની દાવેદાર - ગોલકીપર પીઆર શ્રીજેશના નેતૃત્વમાં ભારતીય ડિફેન્સ ખૂબ જ મજબૂત છે પરંતુ કોઈપણ ભૂલ ઓસ્ટ્રેલિયાને મોંઘી પડી શકે છે. મિડફિલ્ડમાં સુકાની મનપ્રીત, હાર્દિક સિંહ અને નીલકાંત શર્મા સંભાળશે. ભારતીય ફોરવર્ડ લાઈને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. મનદીપ સિંહ અને આકાશદીપ સિંહ સાથે શમશેર સિંહ, લલિત ઉપાધ્યાય, ગુરજંટ સિંહ અને અભિષેક ફોર્મમાં છે. બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં ઈંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે.